• Home
  • News
  • સેલ્ફી લેવા માટે સોનુ નિગમ સાથે ધક્કા-મુક્કી:સ્ટેજ પરથી નીચે ઊતરતી વખતે સિંગર અને તેમના મિત્રોને ધક્કો માર્યો, ધારાસભ્યના દીકરા સામે FIR
post

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું- સામાન્ય મારપીટ થઈ, આ હુમલો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-21 18:38:24

મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં લાઈવ કોન્સર્ટ દરમિયાન સિંગર સોનુ નિગમ સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી. આ ઘટના સોનુ સાથે સેલ્ફી લેવા માટે બની હતી. આ આરોપ ઉદ્ધવ જૂથના ધારાસભ્ય પ્રકાશ ફટરપેકરના દીકરા પર લગાવવામાં આવ્યો છે. ઘટના બાદ સોનુ સોમવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાવી, જેમાં ઇજા પહોંચાડી અને ખોટી રીતે રોકવાની ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આખરે ઘટના શું હતી
આ ઘટના ચેમ્બુર ફેસ્ટિવલમાં ફિનાલે દરમિયાન બની હતી. સોનુ નિગમ પરફોર્મ કરી રહ્યો હતો. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ધારાસભ્ય પ્રકાશ ફટરપેકરના દીકરાએ પહેલા તો સોનુના મેનેજર સાયરા સાથે ખરાબ વ્યવહાર કર્યો. એ પછી જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો ત્યારે તેણે પહેલા સિંગરના બોડીગાર્ડને ધક્કો આપ્યો અને પછી સોનુને પણ ધક્કો માર્યો. DCP હેમરાજ સિંહ રાજપૂતના જણાવ્યા પ્રમાણે, આરોપીનું નામ સ્વપ્નીલ ફરટપેકર છે.

સોનુએ કહ્યું- હું સીડી પરથી પડી ગયો
સોનુએ કહ્યું, કોન્સર્ટ પછી હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ સ્વપ્નીલે મને પકડી લીધો. પછી તેણે હરિ અને રબ્બાની (બંને સોનુ સૂદના મિત્ર)ને જેઓ મને બચાવવા આવ્યા હતા તેમને ધક્કો માર્યો. હું સીડી પરથી નીચે પડી ગયો. મેં ફરિયાદ નોંધાવી છે, જેથી લોકો જબરદસ્તી સેલ્ફી લેવા અંગે વિચારે નહીં. તે વ્યક્તિએ એ રીતે ધક્કો માર્યો હતો કે જો નીચે લોખંડના સળિયા પડ્યા હોત તો રબ્બાનું મૃત્યુ થઇ ગયું હોત. તમે વીડિયોમાં જોઈ શકો છો કે હું પણ નીચે પડવાનો હતો

DCPએ કહ્યું- અમે તપાસ કરી રહ્યા છીએ
DCP
રાજપૂતે કહ્યું, મેં સોનુ નિગમ સાથે વાત કરી છે. અત્યાર સુધી અમને કોઈ એવી સાબિતી મળી નથી, જેનાથી એવું જાણી શકાય કે આરોપી સેલ્ફી લેવા ઇચ્છતો હતો. અમે ઘટનાની જાણકારી મેળવવા માટે તપાસ કરી રહ્યા છીએ.

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું- સામાન્ય મારપીટ થઈ, આ હુમલો નથી
શિવસેના (ઉદ્ધવ ઠાકર જૂથ)નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરીને કહ્યું હતું કે આ હુમલો નથી. સ્થાનિક ધારાસભ્યનો દીકરો સોનુ નિગમના પરફોર્મન્સ પછી તેમની સાથે સેલ્ફી લેવા માટે જઈ રહ્યો હતો, પરંતુ સોનુના બોડીગાર્ડે તેને ઓળખ્યો નહીં અને રોકી દીધો. આ બાબતે સામાન્ય મારપીટ થઈ, જેને કારણે એક કે બે લોકો સ્ટેજ પરથી નીચે પડી ગયા. આ દરમિયાન ધારાસભ્યની દીકરી અને ‌BMCની પૂર્વ કાઉન્સિલરે વચ્ચે આવીને તેમને રોક્યા. આ પછી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post