• Home
  • News
  • Pushpa 2 The Rule: ફિલ્મ પુષ્પા 2-ધ રૂલની રિલીઝ ડેટ આખરે જાહેર
post

ટ્વીટર પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં પુષ્પા ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-11 20:16:39

દેશભરના ચાહકો આઇકોનિક ફિલ્મ પુષ્પા - ધ રાઇઝની સિક્વલની રિલીઝ તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુને તાજેતરમાં જ 69માં નેશનલ એવોર્ડ્સમાં પુષ્પાની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. ત્યારે હવે આ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. 

ટ્વીટર પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં પુષ્પા ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરતા ઓફિશિયલ પોસ્ટ શેર કરી છે. જેને જોઇને ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. જણાવી દઇએ કે, આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. 

મહત્વનું છે કે,ફિલ્મ પુષ્પામાં અલ્લુ અર્જુને જે કેરેક્ટર પ્લે કર્યું તે પુષ્પરાજનું પાત્ર ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ પ્રિય પાત્રોમાંનું એક બની ગયું છે. 

પુષ્પા 2-ધ રૂલ વિશ્વભરના સિનેમા સ્ક્રીન પર ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. માયથ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત, માસ્ટ્રો સુકુમાર દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં આઇકોન સ્ટાર્સ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દેવી શ્રી પ્રસાદે ફિલ્મમાં સંગીત આપ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post