• Home
  • News
  • 48 કલાકમાં કિવ પર કબજો કરવાનો પુતિનનો પ્લાન તૈયાર, જાણો કઈ 4 સ્ટ્રેટેજી પર રશિયાની સેના કામ કરી રહી છે
post

રશિયાએ યુક્રેનની રાજધાની પર કબજો કરવા માટે પોતાની સેના જ નહીં સીરિયાના યોદ્ધાઓની મદદ લેવાની શરૂઆત પણ કરી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 11:34:52

મોસ્કો: રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવાનો પ્લાન તૈયાર કરી ચૂકી છે. તેમણે કિવ પર હુમલા વધારી દીધા છે. આ મિશનને આગામી 48 કલાકમાં આખરીઓપ આપવા માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાની સેનાને ખુલ્લી છૂટ આપી છે. અત્યાર સુધી બેલારુસ થઈને રશિયાની સેના કિવ તરફ આગળ વધી રહી હતી. પરંતુ યુક્રેનની સેનાએ તેઓને ધૂળ ચટાડી રહી છે. આવામાં રશિયાની સેનાએ કિવમાં ધૂસવા માટે નવી સ્ટ્રેટેજી તૈયાર કરી છે.

 

સ્ટ્રેટેજી નંબર- 1

હવે રશિયાના સૈનિકો 3 તરફથી કિવ પર એટેક કરી રહ્યા છે
24
ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન પર નોર્થ, ઈસ્ટ અને સાઉથ તરફથી હુમલા કરવાની શરૂઆત કરી હતી. રશિયાની સેનાને ભરોસો હતો કે તેઓ આ યુદ્ધને 15 દિવસમાં ખત કરશે. એટલા માટે તેણે યુક્રેન પર ખારકિવ, લુહાંસ્ક, ખેરસન અને ઓડેસા તરફથી હુમલા કરી આગળ વધવાની શરૂઆત કરી.રશિયાના સૈનિકોએ રાજધાની કિવ પર કબજો કરવા માટે બેલારુસ તરફથી ચેર્નોબિલ પર હુમલા કર્યા. પરંતુ યુક્રેનની સેનાએ તેઓની આશા પર પાણી ફેરવી નાખ્યું અને સારો પ્રતિકાર કર્યો. આ રીતે પુતિન યુદ્ધને 15 દિવસમાં ખતમ કરવા માગતા હતા પરંતુ તે થઈ શક્યું નહીં. આથી હવે પુતિને રશિયાના સૈનિકોને બને તેટલી ઝડપથી કિવ પર કબજો કરવાનો આદેશ આપ્યો છે. હવે રશિયાએ નવી સ્ટ્રેટેજી મુજબ ત્રણ દિશાઓ ( કિસ્તેન, ચેર્નોબિલ અને પ્રિલુકી) તરફથી કિવ પર હુમલા વધારી દીધા છે. આ સ્ટ્રેટેડજી સફળ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને હવે રશિયાની સેના કિવ સિટી સેન્ટર તરફથી માત્ર 14 કિમી પાછળ છે.

સ્ટ્રેટેજી નંબર- 2

રાજધાની કિવને દેશના બીજા ભાગ સાથેના સંપર્કથી કાપી નાખવી

·         રશિયાની સેના એ સારી રીતે જાણે છે કે યુક્રેનને યુરોપના દેશો પોલેન્ડ, રોમાનિયા અને માલ્દોવાથી મદદ મળી રહી છે. આવામાં રશિયાના સૈનિકો કિવનો દેશના બીજા ભાગ સાથેનો સંપર્ક કાપી નાખવા પર ભાર મૂકી રહ્યા છે.

·         આ પ્લાન મુજબ કિવને પોલેન્ડ સાથે જોડતા શહેર ઝિતોમિર પર રશિયાના સૈનિકોએ મોટો હુમલો કર્યો છે. આ શહેર પર કબજો કર્યા પછી કિવ દેશના પશ્ચિમી ભાગ સાથેના સંપર્કથી કપાઈ જશે.

·         અમેરિકા, પોલેન્ડ, બ્રિટન સહિત મોટાભાગના દેશોમાંથી મળેલી મદદ ઝિતોમિર થઈને કિવ પહોંચેશે. આવામાં આ શહેર યુદ્ધમાં કિવને ટકી રહેવા માટે ઘણું મહત્વનું છે.

·         સપ્લાઈ ચેનને તોડીને રશિયા કિવ પર કબજો કરવા માગે છે.

 

સ્ટ્રેટેજી નંબર- 3
યુદ્ધ લડી રહેલા 60% થી વધારે રશિયાના સૈનિકોનું ફોકસ કિવ પર

·         રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલા શરૂ કર્યા હતા ત્યારે કુલ 1.90 લાખ સૈનિકોને યુદ્ધના મેદાનમાં ઉતાર્યા હતા. આ સમયે 60% સેના બેલારુસ થઈને યુક્રેનમાં ધૂસીને કિવ તરફ આગળ વધી હતી.

·         આ ઉપરાંત બાકીની સેના દાનેસ્ક, ખાર્કિવ, ઓડેસા જેવા શહેરો પર હુમલા કરી રહી હતી. યુદ્ધના 15 દિવસ પછી રશિયાએ પોતાની સ્ટ્રેટેજીમાં ફેરફાર કર્યો છે.

·         હવે રશિયાએ મોટા ભાગની સેનાને કિવ પર કબજો કરવા માટે ફાળવી છે. મેક્સાર ટેક્નોલોજીજ સેટેલાઈટ ઈમેજમાં 10 માર્ચના રોજ મોટી સંખ્યામાં રશિયાના સૈનિકો, ટ્રક, ટેન્કર, ફાઈટર કિવની અલગ અલગ બોર્ડર પર નજરે પડ્યા હતા.

 

સ્ટ્રેટેજી નંબર - 4

શહેરોમાં યુદ્ધને જીતવા માટે એક્સપર્ટ સીરિયાના યોદ્ધાઓને ઉતાર્યા....

·         રશિયાએ યુક્રેનની રાજધાની પર કબજો કરવા માટે પોતાની સેના જ નહીં સીરિયાના યોદ્ધાઓની મદદ લેવાની શરૂઆત પણ કરી દીધી છે. આ યોદ્ધા દ્વારે તે કિવના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરવા માગે છે. કિવના નાગરિકો રશિયાના સૈનિકોનો ભારે વિરોધ કરી રહ્યા છે, તેઓનો સામનો કરવા માટે સીરિયાના યોદ્ધાઓ ઉતાર્યા છે.

·         WSJ ના રિપોર્ટ મુજબ અત્યાર સુધી 16 હજાર સીરિયાના યોદ્ધાઓને રશિયાએ પોતાની સેના સાથે યુક્રેન મોકલ્યા છે. આ યોદ્ધાની મદદથી તેઓને યુક્રેનના શહેરો પર કબજો કરવામાં સફળતા મળી રહી છે.

·         રશિયા આ સીરિયાના યોદ્ધાઓને 200-300 ડોલર એટલે કે રૂ. 15 હજાર થી લઈ 22 હજાર સુધી આપી રહી છે. આ યોદ્ધાઓની ભરતી છ મહિના માટે કરાઈ છે.

·         આ તરફ રશિયન ટાઈમ્સના રિપોર્ટ મુજબ રશિયાએ દેશમાં 18થી 27 વર્ષના યુવાનો માટે ફરજીયા પણ સેનામાં ભરતી થવાનો આદેશ આપ્યો છે. તેઓએ ઓછામાં ઓછી બે વર્ષ સેનામાં સેવા આપવી પડશે. જો ભરતીમાં સામેલ નહીં થાય તો તેઓને 2થી 4 વર્ષની સજા થશે. સેનામાં સૈનિકોની સંખ્યા ઓછી ન થાય તે માટે રશિયા આવું કરી રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post