• Home
  • News
  • વેક્સિનેશનમાં રંગભેદ:અમેરિકામાં ચાર ગણા વધુ અશ્વેતોના મોત છતાં અશ્વેતોની તુલનાએ 2.3 ગણા શ્વેતોને વેક્સિન અપાઇ
post

અમેરિકામાં હવે વેક્સિનેશનમાં અસમાનતાનો મુદ્દો સામે આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 12:23:04

દુનિયામાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા 10 કરોડને વટાવી ચૂકી છે. સૌથી વધુ ચેપગ્રસ્ત અમેરિકામાં છે જે ચિંતાજનક છે. ત્યાં 2.6 કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે અને 4.35 લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે કોરોનાથી બચવા 45 દિવસથી વેક્સિનેશન ચાલી રહ્યું છે. એક રિપોર્ટમાં જાણ થઈ કે વેક્સિન આપવા મામલે અશ્વેતોની તુલનાએ શ્વેતોની સંખ્યામાં અસમાનતા છે. 14 રાજ્યોના વેક્સિનેશનના આંકડાથી જાણ થાય છે કે ત્યાં લેટિન અને અશ્વેતોની તુલનાએ બમણા અશ્વેતોને વેક્સિન અપાઈ.

અમેરિકી રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર(સીડીએસ)ના ડેટા અનુસાર દેશની 4% શ્વેત વસતીને વેક્સિન આપી દેવાઈ છે. આ સંખ્યા અશ્વેતો(1.9%)ની તુલનાએ 2.3 ગણી છે. એક સત્ય એ પણ છે કે કોરોનાથી જીવ ગુમાવનારા અશ્વેતોની સંખ્યા શ્વેતોની તુલનાએ 5 ગણી છે. જોકે હોસ્પિટલમાં દાખલ અશ્વેતો પણ શ્વેતોની તુલનાએ 4 ગણા છે. અમેરિકામાં સ્વાસ્થ્યકર્મીઓ, સારવાર હેઠળના વૃદ્ધોને સૌથી પહેલા વેક્સિન અપાઈ રહી છે.

ચિંતા : બ્રિટનમાં મૃત્યુ 1 લાખ, 37 લાખ ચેપગ્રસ્ત

·         બ્રિટનમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. કુલ 36.89 લાખ ચેપગ્રસ્ત થઈ ગયા.

·         તાઈવાનમાં 7મી વખત કોરોના પ્રોટોકોલ ભંગ બદલ 26 લાખ ડૉલરનો દંડ ફટકારાયો. તે ચીનથી પાછો ફર્યો હતો.

રાહત : ઓસ્ટ્રેલિયામાં 10 દિવસથી લોકલ કેસ નહીં
ઓસ્ટ્રેલિયામાં કોરોના અંગે સારા સમાચાર છે. ત્યાં 10 દિવસથી કોઈ સ્થાનિક દર્દી મળી નથી. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મેજબાની કરી રહેલા વિક્ટોરિયામાં દર્દી મળ્યાંને 3 સપ્તાહ વીતી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post