• Home
  • News
  • 8થી 14 ડિસેમ્બર 3 દેશોના પ્રવાસે જશે રાહુલ ગાંધી, ભારતીયો સાથે કરશે મુલાકાત
post

રાહુલ ગાંધી મલેશિયા, સિંગાપુર, ઈન્ડોનેશિયાની મુલાકાત જશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-28 18:31:27

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા બાદ મલેશિયા (Malasia), સિંગાપુર (Singapore) અને ઈન્ડોનેશિયા (Indonesia)ના પ્રવાસે જશે. અહેવાલો મુજબ તેઓ 8થી 14 ડિસેમ્બર દરમિયાન વિદેશ પ્રવાસે જશે. રાહુલ ગાંધી દક્ષિણ પૂર્વ એશિયાના ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે.

રાહુલ ગાંધીની 1 વર્ષમાં ચોથો વિદેશ પ્રવાસ

રાહુલ ગાંધી સમયાંતરે વિદેશ પ્રવાસ કરતા રહે છે. આ વર્ષે તેઓ ચોથી વખત વિદેશ પ્રવાસે જશે. અગાઉ રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યુરોપિયન પાર્લિયામેન્ટરિયનની મુલાકાત કરી હતી, ત્યારબાદ તેઓ 8 અને 9 સપ્ટેમ્બરે ફ્રાન્સ પ્રવાસે ગયા હતા. રાહુલે 8 સપ્ટેમ્બરે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને 9 સપ્ટેમ્બરે ફ્રાન્સના પાર્લિયામેન્ટરિયનની મુલાકાત લીધી હતી.

રાહુલ ગાંધી આ વર્ષે અમેરિકા પણ ગયા હતા

રાહુલ ગાંધીએ 10 અને 11 સપ્ટેમ્બરે નોર્વેમાં ભારતીય પ્રવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. અગાઉ રાહુલે મે મહિનામાં અમેરિકીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ લંડન ગયા હતા. આ બંને દેશોમાં તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post