• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 57 તાલુકામાં વરસાદ, અમરેલીના વડિયામાં દોઢ ઈંચ વરસાદ, વીજળી પડતા બેના મોત
post

છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં 1 મીમીથી દોઢ ઈંચ સુધી વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 12:12:28

અમદાવાદ: ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. જમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે. જેની અસર આગામી 2થી 3 દિવસ પછી જોવા મળશે. જેથી આ અઠવાડિયામાં વરસાદી માહોલ રહેશે. આ સાથે છેલ્લા 24 કલાકમાં વીજળી પડતા કારણે બેના મોત નિપજ્યા છે.

બે દિવસ હળવા વરસાદની આગાહી
આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. જ્યારે આ સિસ્ટમથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં પણ વધુ એક સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે. જેની અસર આગામી 2થી 3 દિવસ પછી જોવા મળશે. જેથી આ અઠવાડિયામાં વરસાદી માહોલ રહેશે.

છેલ્લા 24 કલાકમાં 20મીમીથી વધુ નોંધાયેલો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ(મીમી)

અમરેલી

વડિયા

40

જૂનાગઢ

જૂનાગઢ

36

જૂનાગઢ

જૂનાગઢ સિટી

36

અમરેલી

રાજુલા

32

ખેડા

મહેમદાબાદ

30

બનાસકાંઠા

થરાદ

27

અમદાવાદ

સાણંદ

26

વડોદરા

વાધોડિયા

25

સુરેન્દ્રનગર

ધ્રાગંધ્રા

22

છોટા ઉદેપુર

ક્વાંટ

21

મોરબી

વાંકાનેર

20

અમદાવાદ

અમદાવાદ સિટી

20

આણંદ

આણંદ

20

 

adv

Related News

post
post
post
post
post
post
post