• Home
  • News
  • UPમાં વરસાદનો કહેર: 24 કલાકમાં 17 લોકોના મોત, આ જિલ્લાઓમાં સ્કૂલ બંધ કરવાનો આદેશ
post

ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને પણ નુકશાન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-12 13:05:33

લખનૌ: છેલ્લા 3 દિવસોથી ઉત્તર પ્રદેશમાં રાજધાની લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદથી સ્થિતિ બેકાબુ બની ગઈ છે. ભારે વરસાદના કારણે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લખીમપુર અને બારાબાંકી જિલ્લામાં જિલ્લા અધિકારીએ આજે પ્રાઈમરીથી લઈને ધોરણ 12 સુધીની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી છે.

જિલ્લા અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા આદેશ પ્રમાણે મંગળવારે તમામ સરકારી અને ખાનગી સ્કૂલ બંધ રહેશે. આદેશનું પાલન ન કરવા પર શાળા સંચાલકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

વરસાદની સાથે-સાથે રાજ્યમાં વીજળીની ઘટનાઓ પણ ઘટી છે. ઘર ધરાશાયી થવાથી જાન-માલનું નુકશાન પણ થયું છે. ખેતરોમાં પાણી ભરાય જતા પાકને પણ નુકશાન થયું છે. રવિવાર રાતથી સોમવારે મોટી રાત સુધીમાં 17 લોકોના મોતની સૂચના મળી છે.

રાહત કાર્ય ઝડપી કરવાનો સીએમનો આદેશ

વરસાદને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લાઓના અધિકારીઓને રાહત કાર્ય પૂર્ણ તત્પરતાથી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને વિસ્તારની મુલાકાત લઈને રાહત કાર્ય પર નજર રાખવા કહ્યું છે. તથા આપત્તિથી અસરગ્રસ્ત લોકોને અનુમતિપાત્ર રાહત રકમનું તાત્કાલિક વિતરણ કરવું અને પાણી ભરાઈ જવાના કિસ્સામાં ડ્રેનેજની અસરકારક વ્યવસ્થા કરવા કરવા જણાવ્યું છે. અધિકારીઓને નદીઓના જળ સ્તરનું સતત નિરીક્ષણ કરવા કહ્યું છે.

પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરીને તેનો અહેવાલ સરકારને આપવા જણાવ્યું જેથી અસરગ્રસ્ત ખેડૂતોને નિયમો મુજબ વળતરની રકમ મળી શકે. ઉન્નાવમાં વીજળી પડવાથી પશુઓના નુકસાનની નોંધ લેતા મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત પશુ ખેડૂતોને સહાયની અનુમતિપાત્ર રકમ આપવા સૂચના આપી છે. 

16 સપ્ટેમ્બર સુધી એલર્ટ જારી

16 સપ્ટેમ્બર સુધી પૂર્વી ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તાર સહિત તરાઈ બેલ્ટ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં ગાજ-વીજ સાથે હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે. સુલ્તાનપુર, રાયબરેલી, અમેઠી, અયોધ્યા અને અંબેડકરનગરમાં મંગળવારે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂર્વ યુપીના અનેક જિલ્લામાં ગાજ-વીજ સાથે વરસાદનું એલર્ટ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post