• Home
  • News
  • રાજસ્થાનનું ચૂરુ 50 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ;હિસાર અને બાંદામાં 48 ડિગ્રી, દિલ્હીના પાલમમાં પારો 47.6 ડિગ્રીને પાર
post

દિલ્હીના પાલમમાં મંગળવારે ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 2010માં તાપમાન 47.60 ડિગ્રી હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 09:40:07

નવી દિલ્હી: ઉત્તર અને પશ્ચિમી ભારતના અનેક શહેરોમાં ભીષણ લૂ (હીટ વેવ) ચાલી રહી છે. મંગળવારે રાજસ્થાનના ચૂરુમાં 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ રહ્યું. બીજી બાજુ દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પણ ગરમીથી અછૂત નથી. દિલ્હીના પાલમ વિસ્તારમાં 47.6 ડિગ્રી નોંધાયુ છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે છે. હરિયાણાના હિસાર અને ઉત્તર પ્રદેશના બાંદામાં 48 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજસ્થાન (ચૂરુ):10 વર્ષમાં બીજી વખત 50 ડિગ્રી તાપમાન નોંધાયું

મૌસમ વિભાગના કુલદીપ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે 10 વર્ષમાં અહીં બીજી વખત એવું બન્યું છે કે જ્યારે ચુરુમાં પારો 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ. આ અગાઉ 19 મે,2016ના રોજ તાપમાન 50.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનના અનેક શહરોમાં નગરપાલિકાએ માર્ગો પર પાણીનો છંટકાવ કરાવ્યો. અનેક વિસ્તારો પર તો દિવસની શરૂઆત જ 30 ડિગ્રી તાપમાનથી થઈ. સવારે 9 વાગે અહીં ગરમ હવા ચાલતી રહી હતી.

દિલ્હીઃ ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો
રાજધાનીમાં બીજા દિવસે લૂનો પ્રકોપ જોવા મળ્યો. અહીં પાલમ વિસ્તારમાં 47.60 સેલ્સિયસ નોંધાયું. આ અગાઉ 18 મે,2010ના રોજ અહીં તાપમાન રેકોર્ડ નોંધાયો હતો. મૌસમ વિભાગના મતે 29મે 1944ના રોજ સફદરગંજમાં પારો 47.2 સેલ્સિયસ પહોંચ્યો હતો. 26મે 1968ના પાલમમાં તાપમાન 48.40 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગુરુવારે દિલ્હીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે હવા ચાલી રહી હતી.

હરિયાણા અને પંજાબમાં રાહત નહીં

હરિયાણાના હિસારમાં મંગળવારે 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પંજાબના કરનાલમાં 44 અને નરનોલમાં 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો પહોંચ્યો. ગુજરાતના અમદાવાદમાં પારો 43.70 સેલ્સિયસ હતો. મૌસમ વિભાગના કેરળ અને કર્ણાટકના માચ્છીમારોને સલાહ આપી છે કે 30 મેથી 4 જૂન વચ્ચે સમુદ્રમાં વધુ સફર ન કરવી.

 

adv

Related News

post
post
post
post
post
post
post