• Home
  • News
  • રાજનાથે પશ્વિમ એશિયામાં તણાવ અંગે અમેરિકન રક્ષામંત્રી સાથે ચર્ચા કરી; ખાડી દેશોમાં 1 કરોડ ભારતીય રહે છે
post

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું-માર્ક એસ્પર સાથે વાત કરીને દ્વિપક્ષીય રક્ષા સહયોગ પર ચર્ચા કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 10:32:18

નવી દિલ્હીઃ ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહે પશ્વિમ એશિયામાં તણાવ અંગે ગુરુવારે અમેરિકાના રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે ફોન પર વાત કરી હતી. એસ્પરે જણાવ્યું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો નથી થઈ રહ્યો. અમેરિકાએ 3 જાન્યુઆરીને ઈરાકમાં મિસાઈલ હુમલાનમાં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. ઈરાકમાં 25 હજાર સહિત અન્ય ખાડી દેશોમાં 1 કરોડ ભારતીય રહે છે.


રાજનાથે ટ્વીટ કર્યું- માર્ક એસ્પર સાથે ચર્ચામાં દ્વિપક્ષીય રક્ષા સહયોગ અંગે ચર્ચા થઈ હતી. ભારતીયો અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તમામને સુરક્ષિત કાઢવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું-ઈરાકમાં તમામ 25 હજાર ભારતીય સુરક્ષિત છે. ત્યાં દૂતાવાસે ભારતીયોને એડવાઈઝરી જાહેર કરી છે કે આવનારા થોડા સમય સુધી નોકરી ધંધે જશો. સંપર્કમાં જોડાયેલા રહ્યો


ભારતીયોને કાઢવા માટે INS ત્રિકંડ અને સુમેધા તહેનાત
ઓમાનની ખાડીમાં ભારતનું યુદ્ધ જહાજ INS ત્રિકંડ 6 મહિનાથી તહેનાત છે. ખાડીમાં 30 દેશોની નૌસેનાઓ સાથે ભારતનો સારો મેળ છે. તમામની મદદથી ભારતીયોને બહાર કાઢવામાં આવશે. સાથે , અદનની ખાડીમાં તહેનાત INS સુમેધાને કટોકટીમાં સતર્ક કરવામાં આવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post