• Home
  • News
  • રાજુ શ્રીવાસ્તવને હાર્ટ-અટેક આવ્યો:લોકપ્રિય કોમેડિયન જિમમાં વર્કઆઉટ કરતા સમયે પડી ગયા, દિલ્હીની AIIMSમાં દાખલ
post

રાજુ શ્રીવાસ્તવના ભાઈ દીપુ તથા PROએ કોમેડિયનને હાર્ટ-અટેક આવ્યો હોવાની પુષ્ટિ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 17:29:41

લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની બુધવાર, 10 ઓગસ્ટના રોજ તબિયત લથડી હતી. દિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાજુને જિમમાં વર્કઆઉટ કરતા સમયે હાર્ટ-અટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

રાજુ શ્રીવાસ્તવના ભાઈ દીપુ તથા PROએ કોમેડિયનને હાર્ટ-અટેક આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ હોટલના જિમમાં વર્કઆઉટ કરતો હતો. આ દરમિયાન ટ્રેડ મિલ પર રનિંગ કરતા સમયે છાતીમાં દુખાવો થયો હતો અને તેઓ નીચે પડી ગયા હતા. ત્યાર બાદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

PRO અજિત સક્સેનાએ કહ્યું હતું કે રાજુ પાર્ટીના કેટલાક મોટા નેતાઓને મળવા માટે દિલ્હી આવ્યા હતા. તેમના પલ્સ હવે નોર્મલ છે અને ટૂંક સમયમાં જ હેલ્થ અપડેટ આપવામાં આવશે.

ડૉક્ટર્સે જૂના રિપોર્ટ્સ મગાવ્યા
રાજુ શ્રીવાસ્તવના નિકટના મિત્ર મકબૂલ નિસારે કહ્યું હતું, 'રાજુની તબિયત હાલમાં સ્થિર છે. ડૉક્ટર્સની ટીમે રાજુના જૂના મેડિકલ રિપોર્ટ મગાવ્યા છે. આના આધારે ડૉક્ટર્સ બાયપાસ સર્જરી કરવાનો નિર્ણય લેશે. આમ તો રાજુ સતત ફિટ એન્ડ ફાઇન રહ્યા છે અને નિયમિત જિમ કરે છે. તેમના અનેક શહેરમાં શો લાઇનઅપમાં છે. 31 જુલાઈથી સતત શો કર્યા હતા.'

9 ઓગસ્ટે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી
રાજુ શ્રીવાસ્તવે એક દિવસ પહેલાં એટલે કે 9 ઓગસ્ટે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે સ્વ. શશિ કપૂરની મિમિક્રી કરી હતી.

58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ 1988માં ફિલ્મ 'તેઝાબ'માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોમ્બે ટુ ગોવા'માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો.

રાજુએ 1994માં ટીવી શો 'ટી ટાઇમ મનોરંજન'માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'થી મળી હતી. રાજુ પછી 'ગજોધર'થી લોકપ્રિય થયો હતો. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ 'ફિરંગી'માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં 'ગેંગ્સ ઑફ હસીપુર' શોને હોસ્ટ કર્યો હતો.

હાલમાં ભાજપ સાથે જોડાયેલા છે
2014
માં રાજુએ કાનપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. જોકે 11 માર્ચ, 2014ના રોજ રાજુએ ટિકિટ પરત કરી દીધી હતી. ત્યાર બાદ 19 માર્ચ, 2014ના રોજ ભાજપમાં જોડાયા હતા. હાલમાં રાજુ ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન છે.

1993માં લગ્ન
રાજુએ 1993માં લખનઉની શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાન અંતરા તથા આયુષ્માન છે.

adv

Related News

post
post
post
post
post
post
post