• Home
  • News
  • રામ આયેંગે... PM મોદી પણ થયા સ્વાતિ મિશ્રાના ભજનના ફેન, VIDEO શેર કરતા 'X' પર કર્યા ખૂબ વખાણ
post

આ ભજનને અત્યાર સુધીમાં 43 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-03 17:51:59

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. સોશિયલ મીડિયા પર રામ મંદિર અંગેનું એક ભજન હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેના શબ્દો છે- 'મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, રામ આયેંગે અંગના સજાઉંગી.....'. આ ભજન બિહારના છપરાની રહેવાસી સ્વાતિ મિશ્રાએ ગાયુ છે. PM મોદી પણ આ ભજનના ફેન થઈ ગયા છે. વડાપ્રધાને આજે એક ટ્વીટ કર્યું છે.

PM મોદી પણ થયા સ્વાતિ મિશ્રાના ભજનના ફેન

PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, શ્રી રામલલાના સ્વાગતમાં સ્વાતિ મિશ્રા જી નું ભક્તિથી ભરપૂર આ ભજન મંત્રમુગ્ધ કરનારું છે. આ મંત્રમુગ્ધ કરનારું આ ભજન હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકો રીલ્સ બનાવી રહ્યા છે. તેની યૂટ્યુબ લિંક શેર કરતા પીએમ મોદીએ સ્વાતિ મિશ્રાના વખાણ કર્યા છે. આ ભજનને અત્યાર સુધીમાં 42 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ભજનને સ્વાતિ મિશ્રાની યૂટ્યુબ ચેનલથી લોન્ચ કરવામાં આવ્યું છે.

બીજા પણ અનેક લોકો આ ભજન શેર કરી ચૂક્યા છે

પીએમ નરેન્દ્ર મોદી પહેલા સ્વાતિ મિશ્રાના આ ભજનને અનેક લોકો શેર કરી ચૂક્યા છે. આ પહેલા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, અશ્વિની કુમાર ચૌબે, યુપી સીએ યોગી આદિત્યનાથ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સહિત ઘણા લોકોએ આ ભજનની થીમ પર બનેલા વીડિયોને ફેસબુક પર શેર કરી ચૂક્યા છે. 

રામ આયેંગે તો અંગના સજાઉંગી... સ્વાતિ મિશ્રાનું આ ભજન ટ્રેન્ડમાં છે. ઈન્સ્ટાગ્રામ પર આ ભજનના શબ્દો દ્વારા ઘણા લોકો રીલ્સ બનાવીને શેર કરી રહ્યા છે. આ ઉપરાંત સ્વાતિ મિશ્રાના બીજા ઘણા ગીતો છે જે વાયરલ થઈ ચૂક્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post