• Home
  • News
  • TV પર ફરીથી શરૂ થવા જઈ રહી છે રામાયણ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે
post

ભગવાન રામની કથાને તેના સૌથી સાચા અને શુદ્ધ સ્વરૂપમાં જીવંત કરતા સોની એન્ટરટેઈનમેન્ટ ટેલીવિઝન દર્શકો માટે શ્રીમદ રામાયણ પ્રસ્તુત કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-05 18:03:34

મુંબઈ: ભગવાન રામ પર અત્યાર સુધી ઘણી ફિલ્મો અને સિરીયલ બની ચૂકી છે. આ પાત્રને પડદા પર ઘણા કલાકાર નિભાવી ચૂક્યા છે. જેઓ ઘણી ચર્ચાઓમાં પણ રહ્યા છે. રામ અને રામાયણને સમયાંતરે અલગ રીતે જોવામાં આવી છે. હવે એક વખત ફરીથી રામાયણનો અંદાજ અને રામનો નવો અવતાર પડદા પર જોવા મળવાનો છે. ટૂંક સમયમાં ટીવી પર શ્રીમદ રામાયણ સીરિયલ શરૂ થવાની છે. જેમાં એક વખત ફરીથી રામાયણ જોવા મળશે. એક દિવ્ય ભાવના, ભગવાન રામને પરાક્રમ અને સદાચારનો અવતાર માનવામાં આવે છે.

ભગવાન રામની કથાને તેના સૌથી સાચા અને શુદ્ધ સ્વરૂપમાં જીવંત કરતા સોની એન્ટરટેઈનમેન્ટ ટેલીવિઝન દર્શકો માટે શ્રીમદ રામાયણ પ્રસ્તુત કરી રહ્યા છે, જેનું પ્રીમિયર 1 જાન્યુઆરી 2024એ થશે અને આ દર સોમવારથી શુક્રવારે રાતે 9 વાગે પ્રસારિત થશે. આ પૌરાણિક ગાથા ભારતીય પરિવારોને એક પ્રાચીન આધ્યાત્મિક યુગમાં લઈ જવાનું વચન આપે છે જે સંપૂર્ણ મૂલ્યો અને જીવનની શીખ પર પ્રકાશ નાખે છે, જે આજે પણ પ્રાસંગિક છે. 

ચેનલે મહાન ભારતીય મહાકાવ્યનો એક નવો પ્રોમો જાહેર કર્યો છે, જેમાં દર્શકોને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામથી સુંદરતાનો પરિચય કરાવવામાં આવ્યો છે અને ટેલીવિઝન અભિનેતા સુજય રેઉ આ પૂજનીય દેવતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. પોતાના જીવનની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા વિશે કહેતા, સુજય રેઉ કહે છે, શ્રીમદ રામાયણમાં આ અવસર મેળવીને હુ સન્માનિત અને ઉત્સાહિત અનુભવી રહ્યો છુ. આવા અત્યધિક પૂજાતા દેવતાનું પાત્ર નિભાવવુ માત્ર એક ભૂમિકા નથી. આ એક ગાઢ જવાબદારી અને અભૂતપૂર્વ આધ્યાત્મિક યાત્રા છે. ભગવાન રામની કાલાતીત કથાનું હંમેશા મારા દિલમાં એક ખાસ સ્થાન છે. અને તેમની યાત્રાને જીવંત કરવાની આ તક મારા માટે એક સપનુ સાચુ થવા જેવુ છે. શ્રીમદ રામાયણ 1 જાન્યુઆરી 2024એ લોન્ચ થવાની છે અને દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગે માત્ર સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે. 

adv

Related News

post
post
post
post
post
post
post