• Home
  • News
  • કેજરીવાલને જીતાડનાર રણનીતીનો પ્રથમ વખત ખુલાસો, ગત વર્ષે જૂનથી આ કામ શરૂ થઈ ગયું હતુ
post

ભાજપની બે મોટી ભૂલનો કેજરીવાલને મળ્યો ફાયદો, પોઈન્ટ ટુ પોઈન્ટ વાંચો સમગ્ર સ્ટ્રેટેજી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-12 10:45:16

નવી દિલ્હીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 63 એટલે કે 88 ટકા સીટ જીતી લીધી છે. અરવિંદ કેજરીવાલ ફરી દિલ્હીના મુખ્યમંત્રી બનશે. 62(આપ) અને 8(ભાજપ) સીટોના આંકડા જોતા એમ લાગી રહ્યું છે કે આપ માટે જીતવું સરળ હતું, પર એમ હતું. એક સમય એવા પણ આવ્યો હતો કે સમગ્ર ચૂંટણી આમ આદમીના હાથમાંથી જતી દેખાઈ હતી. આપને જીતાડવાની રણનીતી બનાવવામાં સૌથી મહત્વનું યોગદાન આપનારે નામ આપવાની શરતે રણનીતીનો ખુલાસો કર્યો, જેના પગલે કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના સીએમ બન્યા છે. યોજનાનો અમલ ગત મેમાં થયેલી લોકસભાની ચૂંટણી બાદ તરત શરૂ થયો હતો. વાતને ચાલો સમજીએ ચાર મુદ્દાઓમાં

ચાર મુદ્દાઓમાં સમજો આપની રણનીતી

1. સૌથી પહેલા અરવિંદ કેજરીવાલનો રોલ નક્કી કરવામાં આવ્યો

નવી રણનીતી અંતર્ગત સૌથી પહેલા અરવિંદ કેજરીવાલનો રોલ નક્કી કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીમાં કેજરીવાલના રોલને લઈન ખૂબ મૂઝવણ હતી કે આપણે દિલ્હીમાં સીએમ રહેવાનું છે કે આપોઝીશન લીડરની જેમ રિએક્ટ કરવાનું છે. રોલ નક્કી કરવામાં આવ્યો કે દિલ્હીના સીએમની જેમ વર્તન કરવામાં આવે. કારણે લોકોએ આપને મોદીજી સાથે લડવા માટે ઓપોજીશનનો ફેસ બનાવ્યો નથી, પરંતુ દિલ્હીના સીએમ બનાવ્યા છે. બાબતો જોવામાં ખૂબ સાધારણ લાગે છે પરંતુ ખૂબ મહત્વની છે. રામ મંદિર પર ટિપ્પણી કરી તો લોકોને એવું લાગ્યું કે કેજરીવાલ મોદીથી ડરી રહ્યાં છે, કારણે ટિપ્પણી કરી રહ્યાં નથી. જોકે ડરવા જેવું કઈ નથી, કારણ કે પ્રદૂષણ પર કેન્દ્રની જોરદાર ટીકા કરવામાં આવી, કારણ કે તે દિલ્હી સાથે જોડાયેલો મુદ્દો હતો. દિલ્હી બહારના અન્ય મુદ્દાઓને છોડવામાં આવ્યા. જેમ કે કેરળ કે સબરીમાલા પર કમેન્ટ કરીશું તો લોકો વિચરશે કે તમને દિલ્હીના સીએમ બનાવ્યા છે તો કેરળમાં શાં માટે પડી રહ્યાં છો. અમે અરવિંદનો રોલ ડિફાઈન્ડ કર્યો કે મુખ્યમંત્રીની જેમ વર્તન કરે.

2. પોઝિશનિંગમાં ફેરફાર માટે જાહેરાતમાં અરવિંદનો ફોટો સુધ્ધા બદલાયો

અરવિંદ કેજરીવાલના પોઝિશિનિંગમાં ફેરફાર કરવામાં આવ્યો. જેમ કે તમે એજીટેશનિસ્ટ, એક્ટિવિસ્ટ, રિવોલ્યુશનરી નથી, પરંતુ તમે સીએમ છો. અંતર્ગત અરવિંદ કેજરીવાલ સરકારની જાહેરાતમાં બતાવવામાં આવનાર ફોટો બદલવામાં આવ્યો. પહેલા જે ફોટો હતો, તેમાં તે ખૂબ ગુસ્સામાં દેખાતા હતા. આંદોલનના મૂડમાં દેખાતા હતા. તેને બદલીને તેમને સાધારણ શર્ટમાં હસતા ચેહરામાં દેખાડવામાં આવ્યા. જેથી તે એક સીએમ જેવા દેખાય. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015ના ફોટાથી એવો મેસેજ જતો હતો કે અરવિંદ કેજરીવાલ આવ્યા છે, જે સમગ્ર વિશ્વને બદલી નાખશે. રાજકારણને બદલી નાખશે. રાજકારણને રીફાઈન્ડ કરી દેશે. બે મોટા કામ કર્યા. બંને ચીજોથી મેસેજ ગયો કે જૂન બાદ અરવિંદ કેજરીવાલનું સમગ્ર ચિત્ર બદલવામાં આવ્યું. પછી તે ફોટો હોય, કોમ્યુનિકેશન હોય કે તેમનો રોલ.

3.ચૂંટણી પહેલા રિપોર્ટ કાર્ડ આપ્યું, જેથી ભરોસો થાય અને વધે
ચૂંટણી પહેલા આપે રિપોર્ટ કાર્ડ આપ્યું કે પાર્ટીએ કામ શું કામ કર્યું છે. પહેલા બતાવીને પોતાની વિશ્વસનીયતા સ્થાપિત કરો. કેમ્પેનની શરૂઆત રિપોર્ટ કાર્ડથી થઈ અને કાર્ડમાં લખવામાં આવ્યું હતું કે અમે દિલ્હીના રસ્તાઓ બદલયા છે કે રસ્તાઓ સુધારી દીધા છે. પરંતુ જે દાવાઓ કરવામાં આવ્યા હતા, તેને આંકડાઓની સાથે 10 પોઈન્ટમાં લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા. સિવાય ગેરન્ટી કાર્ડની માત્ર મંચ પરથી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેને ઘરે-ઘરે પહોંચાડવામાં આવ્યું હતું. દરેક વિધાનસભામાં ઓછામાં ઓછા 25 હજાર ઘરો સુધી રિપોર્ટ કાર્ડને પહોંચાડવામાં આવ્યું છે.

4 લગે રહો કેજરીવાલે ચમત્કાર જેવું કામ કર્યું

લગે રહોનો અર્થ છે કે તમને તમારી ક્ષમતા પર વિશ્વાસ છે, પરંતુ તમે પણ માની રહ્યાં છો કે હાલ બધુ પ્રાપ્ત થયું નથી. જેમ કે કોઈ વ્યક્તિ આઈએસની પરીક્ષા આપે છે અને પ્રારંભિક પરીક્ષા પાસ થઈ જાય છે, પરંતુ મુખ્ય પરીક્ષા પાસ કરી શકતો નથી તો તેના પિતા કહે છે કે તું સતત મડાયેલો રહે. કારણ કે તેમને વાતની જાણ હોય છે કે તમારામાં ક્ષમતા છે, પરંતુ પરીક્ષા ક્રેક કરવી એટલી સરળ પણ નથી. તેમાં સમય લાગશે. મેસેજ બતાવે છે કે એક દિવસમાં બધુ બદલાઈ જતું નથી, પરંતુ તમારે સતત મહેનત કરતા રહેવું પડે છે. મેસેજે ચમત્કારનું કામ કર્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post