• Home
  • News
  • રણવીર સિંહે દિપિકા પાદુકોણ સંગ ડિવોર્સની અફવાઓ વચ્ચે પોસ્ટ કરી સ્ટોરી
post

રણવીરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દીપિકા સાથેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. તસવીરમાં બંને ક્રુઝ પર હસતા જોવા મળે છે. રણવીરે તસવીર સાથે લખ્યું- જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-10 20:04:29

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના મોસ્ટ પાવરકપલમાંથી એક છે. પણ આ કપલને લઇને થોડા સમયથી ડિવોર્સના સમાચાર ફેલાઇ રહ્યાં છે. આ ખબરો પર હવે હવે રણવીર સિંહે બ્રેક લગાવી દીધો છે. 

અભિનેતા રણવીર સિંહ 6 જુલાઈના રોજ પોતાનો 38 મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. 

રણવીરે અલીબાગમાં તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે પોતાનો ખાસ દિવસ ઉજવ્યો. અહેવાલો અનુસાર, બંનેએ લગભગ એક સપ્તાહ તેમના અલીબાગના બંગલામાં વિતાવ્યું હતું.

રણવીરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દીપિકા સાથેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. તસવીરમાં બંને ક્રુઝ પર હસતા જોવા મળે છે. રણવીરે તસવીર સાથે લખ્યું- જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર.

દીપિકાએ સોશિયલ મીડિયા પર રણવીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ન હતી. આ વાતથી રણવીરના ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા અને દીપિકા પાસે જવાબ માંગી રહ્યા હતા. આટલું જ નહીં, લોકો એવું પણ કહેવા લાગ્યા કે, બંને છૂટાછેડા લેવાના છે. જો કે, થોડા દિવસો પછી, દીપિકાએ રણવીર માટે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને આ સમાચારને નકારી કાઢ્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર આલિયા ભટ્ટ સાથે રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે.આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે. ફિલ્મમાં રણવીર સિવાય જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ છે. આ ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થશે. જ્યારે દીપિકા પ્રોજેક્ટ Kમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દિશા પટણી, કમલ હાસન સાથે જોવા મળશે. આ સિવાય તે શાહરૂખ ખાનની જવાન ફિલ્મમાં ગેસ્ટ અપિયરન્સ કરતી જોવા મળશે.