• Home
  • News
  • દુર્લભ શંખ:18 હજાર વર્ષ જૂનો શંખ, પ્રથમ વખત એને વગાડવામાં આવ્યો, વર્ષ 1931થી ફ્રાંસના એક મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવ્યો છે
post

વર્ષ 1931માં પાયરેનીસ પર્વતમાળાની એક ગુફામાંથી એક વિશાળ શંખ મળી આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-16 09:54:56

વર્તમાન સમયમાં એક ખાસ શંખ અંગે ચર્ચા થઈ રહી છે. મળેલી માહિતી પ્રમાણે આ શંખ 18 હજાર વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. વર્ષ 1931માં પાયરેનીસ પર્વતમાળાની એક ગુફામાંથી એક વિશાળ શંખ મળી આવ્યો હતો. તે ફ્રાંસના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ઓફ ટોઉલોઉસમાં રાખવામાં આવેલો છે. આ શંખને વગાડી શકાતો નથી, પણ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ તેને વગાડ્યો છે. તેના અવાજને આધારે 18 હજાર વર્ષ જૂની પ્રાચીન સભ્યતા તથા સંગીત અંગે અંદાજ લગાવી શકાય છે.

આ શંખનો આકાર માનવીની ખોપરીથી પણ મોટો છે. જ્યારે આર્કિયોલોજીસ્ટે આ શંખનું ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો તો તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય સમુદ્રી શંખ નથી. આ શંખમાં એક ખાસ પ્રકારના કાર્વિંગ છે,જે તેને વધારે સારું મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ માનવામાં આવે છે. આર્કિયોલોજિસ્ટનું માનવું છે કે આ શંખનો ઉપયોગ 18 હજાર વર્ષ અગાઉ ખુશીઓ અથવા ધાર્મિક પ્રસંગો નિમિત્તે કરવામાં આવતો હશે.

સોરબોન યુનિવર્સિટીમાં લેબોરેટરી ઓફ મોલીક્યૂલર એન્ડ સ્ટ્રક્ચરલ આર્કિયોલોજીના ડિરેક્ટર ફિલિપ વોલ્ટરે કહ્યું કે 90 વર્ષ અગાઉ વર્ષ 1931માં આ શંખ મળી આવ્યો હતો. ત્યારથી તેને લવિંગ કપ તરીકે જોવામાં આવતો હતો. આ અંગે એક સ્ટડી સાયન્સ એડવાન્સિસ નામના જનરલમાં પ્રકાશિત પણ થયો હતો.

વોલ્ટર કહે છે કે પ્રાચીન સમયમાં લોકો આનંદદાયક પ્રસંગોમાં આ લવિંગ કપનો ઉપયોગ કરતા હતા. તેમા તે સમયે લોકો ડ્રિંક્સ લેતા હશે. પણ આ શંખ તદ્દન અલગ છે. તેમાં તદ્દન અલગ પ્રકારની ડિઝાઈન જોવા મળે છે. જ્યારે તેની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવી તો માલુમ પડ્યું કે તે એક મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ છે.

પાઈરેનીસ માઉન્ટેન્સની માર્સોઉલાસ ગુફા ખૂબ જ પ્રસિદ્ધ આર્કિયોલોજીકલ સાઈટ છે. દક્ષિણ-પશ્ચિમ યુરોપમાં ઈતિહાસકારો માટે આ ગુફા એક ઘર માનવામાં આવે છે. અહીં ઈતિહાસકારોનો જમાવડો રહેતો હોય છે. એવું માનવામાં આવે છે કે 18 હજાર વર્ષ અગાઉ અહીં પાઈરેનીસ મેગડેનિયંસ આ ગુફાઓમાં રહેતા હશે.

તેમના ગયા બાદ આ ગુફાઓમાં તેમની અનેક કલાકૃતિઓ, દિવાલ પર પેઇન્ટીંગ, વસ્તુઓ અને શંખ જેવી ચીજવસ્તુઓ અહીં રહી ગઈ હતી. પ્રાચીન સમયમાં માનવી ખૂબ જ સરળતાથી વાદ્ય યંત્ર તૈયાર કરતા હતા. અલબત શંખ વિશ્વનું સૌથી પ્રાચીન વિદ્યયંત્ર હોઈ શકે છે.

આર્કિયોલોજીસ્ટનું માનવું છે કે આ શંખ થોડા ભાગમાં તૂટી ગયો છે. કારણ કે તે કેટલાક વર્ષોથી ગુફામાં પડી રહ્યો છે. પણ તેની નીચેનો ભાગ ખૂબ જ મજબૂત છે. જે હજુ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જ્યારે ફિલિપ્સ વોલ્ટરે આ શંખનું સિટી સ્કેન કર્યું તો તેની અંદર ઈન્સાની કલાકારી દેખાઈ છે.

ફિલિપ્સનું કહેવું છે કે આ શંખના ટિપને જાણી જોઈને તોડવામાં આવ્યું હતું. શંખના ઘુમાવદાર હિસ્સામાં ખૂબ જ બારીકીથી બનાવવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ પ્રકારના ઘુમાવદાર માર્ગ બનાવવા માટે મેગડેલેનિયંસ કોઈ ચિપકતા ઓર્ગેનિક મટેરિયલનો ઉપયોગ કરવામાં આવશે. આ વેક્સ અથવા ક્લે હોઈ શકે છે. જોકે ફિલિપ્સની ટીમ જાણી શકી નથી.

આ શંખના અનેક હિસ્સામાં લાલ રંગના પિગમેન્ટ છે. એટલે કે તેને લાલ રંગની બિંદુઓથી રંગબેરંગી કરવામાં આવ્યો હશે. તેની ઉપર અનેક ફિંગરપ્રિંટ જેવા નિશાન મળ્યા છે. તેની અંદરના ભાગમાં પણ બાઈસનનું પેઇન્ટીંગ તૈયાર કરવામાં આવ્યું હતું. જે હવે ખૂબ જ ધૂંધળી થઈ ચુકી છે.

આ શંખને વગાડવા માટે એક પ્રોફેશનલ હોર્નને બોલાવવામાં આવ્યા હતા, કારણ કે આ સાથે એવો પણ ડર હતો કે શંખ વગાડતી વખતે તે તૂટી ન જાય. પણ જ્યારે તેને વગાડવામાં આવ્યો ત્યારે તેમાંથી નિકળેલો અવાજ અદભૂત હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post