• Home
  • News
  • રેકર્ડ બ્રેક ઠંડી:બ્રિટનમાં 66 વર્ષમાં પહેલીવાર -23 ડિગ્રી તાપમાન, 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી બર્ફીલા તોફાનના ઠંડા પવનો ફૂંકાયા
post

બીજી બાજુ હિમવર્ષાને કારણે બ્રિટનમાં વીજળી ડૂલ થવાનું જોખમ પણ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-13 13:05:37

સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બ્રિટનનું તાપમાન 9થી 10 ડિગ્રી રહે છેે પણ આ વર્ષની ઠંડીએ છેલ્લાં 66 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. ગુરુવારે એટલે કે 11 ફેબ્રુઆરીએ રાત્રે અહીં સૌથી વધુ ઠંડી પડી હતી. તાપમાન -23 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે બર્ફીલા તોફાન અને સાઈબેરિયા તરફથી 90 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. આ કારણે જ ઠંડી વધી હતી. અગાઉ 23 ફેબ્રુઆરી 1955ના રોજ માઈનસ 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 3 દિવસ બ્રિટન પર ભારે પડશેે કેમ કે હિમવર્ષાની સાથે તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાશે. બીજી બાજુ હિમવર્ષાને કારણે બ્રિટનમાં વીજળી ડૂલ થવાનું જોખમ પણ છે. અમુક ભાગોમાં ભારે હિમવર્ષાની ચેતવણી જાહેર કરાઈ હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે ઠંડીનો માર સૌથી વધુ વિસ્થાપિત લોકો સહન કરી રહ્યા છે. જોકે અમુક સંસ્થાનો તેમના સુધી જમવાનું, દૂધ, ધાબળા અને ઘર જેવી સુવિધા પહોંચાડી રહ્યાં છે જેથી તેમને ઠંડીથી બચાવી શકાય.

ઠંડી અને હિમવર્ષાની સીધી અસર વેક્સિનેશન પર: બ્રિટન પર કોરોનાનો ખતરો વધારે છે. દેશમાં અનેક વેક્સિનેશન સેન્ટર બનાવી વેક્સિન અપાઈ રહી છે પણ હિમવર્ષાની સીધી અસર તેના પર થઈ રહી છે. 10થી વધુ સેન્ટર બંધ થઈ ચૂક્યાં છે. જોકે સ્વાસ્થ્ય સેવાએ જણાવ્યું કે તમામ વેક્સિનેશન કેન્દ્રોને સંપૂર્ણપણે ખુલ્લાં રખાશે જેથી વધુમાં વધુ લોકોને વેક્સિન આપી શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post