• Home
  • News
  • ન્યૂયોર્કમાં રેફ્યુજીસની તપાસ:US પહોંચેલા દરેક અફઘાન શરણાર્થીની 30 દિવસ સૈન્ય બેઝ પર રાખી સઘન તપાસ, યોગ્ય સાબિત થાય તો 1200 ડૉલરની તત્કાળ સહાય
post

80 હજાર અફઘાન અમેરિકા પહોંચ્યા, કોઈ ખોટી વ્યક્તિને પ્રવેશ ન મળે એ માટે પેન્ટાગોને તપાસ શરૂ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-06 11:02:08

અફઘાનથી છેલ્લા અમેરિકી વિમાનને ઉડાન ભર્યાને એક અઠવાડિયું વીતી ગયું છે. આ આંતરરાષ્ટ્રીય ઊથલપાથલ વચ્ચે અમેરિકા સામે હવે એક નવો પડકાર ઊભો થઈ ગયો છે કે જે અફઘાની નાગરિકોને તે શરણાર્થી તરીકે અફઘાનથી લઈ ગયા છે તેમને કેવી રીતે વસાવે? બાઈડન સરકારના અધિકારીઓ અનુસાર આ અફઘાની શરણાર્થીઓની સંખ્યા 80 હજારથી વધુ છે.

દેશમાં વસાવતાં પહેલાં આ શરણાર્થીઓની ગાઢ તપાસ કરાઈ રહી છે, જેના માટે પેન્ટાગોનના 4 સૈન્ય બેઝ ઉપરાંત અમુક અન્ય જગ્યાઓ પર તૈયારીઓ કરવામાં આવી છે. આ તપાસ બાદ જ તેમને વિશેષ ઇમિગ્રન્ટ્સ વિઝા અપાઇ રહ્યા છે. અમુક લોકો એવા પણ છે જે તપાસમાં સાચા ઠર્યા બાદ વિઝાની શરતો પૂરી કરી શકતા નથી. તેમને હ્યુમિનિટેરિયન પેરોલ પર દેશમાં પ્રવેશની મંજૂરી અપાઇ રહી છે.

બાઈડન સરકારના અધિકારીઓ કહે છે કે અફઘાનથી જે લોકો અમેરિકા પહોંચી રહ્યા છે તેમને પહેલા સૈન્ય બેઝ પર રખાય છે. 30 દિવસ સુધી તેમની ગાઢ તપાસ કરવામાં આવે છે. અમેરિકી હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે શરણાર્થીઓનો પૂરો ઈતિહાસ ચકાસવાની સાથે જ બાયોમેટ્રિક તપાસ પણ થઈ રહી છે. અમુક લોકોને આ તપાસ માટે કતાર તથા ઓમાન પણ લઈ જવાયા છે. તપાસ માટે પેન્ટાગોને તેના 4 સૈન્ય બેઝ નક્કી કર્યા છે.

ન્યૂજર્સીમાં મેક્ગ્વાયર-ડિક્સ-લેકહર્સ્ટ જોઈન્ટ બેઝ, વર્જિનિયામાં ફોર્ટ લી, ટેક્સાસમાં ફોર્ટ બ્લિસ અને વિસ્કોન્સિનમાં ફોર્ટ મેક્કોયમાં શરણાર્થીઓનું તપાસ થઇ રહી છે. વર્જિનિયામાં ક્વાંટિકો સ્થિત મરીન કોર બેઝ અને વોશિંગ્ટન ડીસીની નજીકના ડલ એક્સપો સેન્ટરને પણ આ કામમાં લેવાઈ રહ્યું છે.

5 લોકોના પરિવારને આશરે 4.4 લાખ રૂપિયાની મદદ મળી જાય છે
સરકાર તરફથી દરેક શરણાર્થી માટે 1200 ડૉલર એટલે કે આશરે 88 હજાર રૂપિયાની એકસામટી મદદ અપાય છે. આ રકમ વયસ્કો અને બાળકો માટે એકસમાન છે, એટલે કે 5 લોકોના પરિવારને 6 હજાર ડૉલર એટલે કે આશરે 4.4 લાખ રૂપિયાની એકસામટી મદદ મળી રહે છે. તે 90 દિવસમાં ખર્ચ કરવાની રહે છે. રિસેટલમેન્ટ એજન્સીઓ આ રકમથી પરિવારો માટે ઘર, ફર્નિચર તથા અન્ય વસ્તુઓની વ્યવસ્થા કરે છે. આવી જ એક સંસ્થા રાઈસેસના વાઈસ-પ્રેસિડેન્ટ મેરીસોલ ગિરેલા કહે છે કે અમારો પ્રયાસ આ સરકારી મદદનો એક હિસ્સો પરિવારને રોકડ તરીકે આપવાનો રહે છે. લોકો જેટલું વધારે દાન આપે છે એટલા જ વધારે સરકારી પૈસા પરિવાર માટે બચે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post