• Home
  • News
  • અમેરિકન ચૂંટણી પર સર્વે / એક મહિનામાં 32 સર્વેના પરિણામોમાં બાઈડન ટ્રમ્પથી આગળ; ઈતિહાસમાં પ્રથમવાર 76% મતદાતા પોસ્ટથી મતદાન કરી શકે છે
post

ટીવી જાહેરાત પર ટ્રમ્પ 1085 કરોડ, તો બાઈડન લગભગ 1650 કરોડ રૂપિયા ખર્ચશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-13 12:01:11

વોશિંગ્ટન: અમેરિકામાં 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચોથા ભાગના મતદાતા પોસ્ટ દ્વારા વોટિંગ કરી શકે છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એનાલિસિસ પ્રમાણે, આવા લગભગ 8 કરોડ મતદાતા છે. આ અમેરિકન ઈતિહાસમાં સૌથી વધુ અને 2016ની સરખામણીમાં બમણા છે.કોરોના વાઈરસના સંક્રમણના કારણે મોટાભાગના રાજ્યોએ પોસ્ટથી વોટિંગ કરવાની તૈયારી કરી લીધી છે. ચૂંટણીમાં 100થી પણ ઓછા દિવસ બાકી છે. એવામાં જાણીએ કે પ્રચાર કયા સ્તરે છે અને શું સ્થિતિ છે..

1. ઉમેદવારોની સ્થિતિ
છેલ્લા એક મહિનામાં 32 સર્વેના પરિણામ, બધામાં ટ્રમ્પથી આગળ બાઈડન
12
જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે અલગ અલગ લગભગ 32 સર્વેના પરિણામ આવ્યા છે. આમાથી બધામાં જો બાઈડન ટ્રમ્પ કરતા આગળ છે. જો કે, આમાથી અડધા સર્વેમાં બન્ને વચ્ચેનું અતંર 5% અથવા તેનાથી ઓછું છે. રાષ્ટ્રીય સરેરાશમાં બાઈડનને 51% મત, જ્યારે ટ્રમ્પને માત્ર 41% એટલે કે બાઈડનથી 10% ઓછા મળ્યા છે.

·         ડેમોક્રેટ સમર્થકોમાંથી 91% બાઈડન સાથે છે, સાથે જ રિપબ્લિકનમાંથી 87% ટ્રમ્પ સાથે છે.

·         ટ્રમ્પ તેમને બાઈડન કરતા પાછળ કહેતા સર્વેને ખોટો ગણાવે છે અને કહ્યું કે, આ વખત પણ જીતીશું.

ફંડ રેન્જિગ
બે મહિનામાં પહેલી વખત ટ્રમ્પને વધારે ફંડ

મહિના

ટ્રમ્પ

બાઈડન

જૂન

982 કરોડ રૂપિયા

1057 કરોડ રૂપિયા

જુલાઈ

1237 કરોડ રૂપિયા

1050 કરોડ રૂપિયા

 

3. ચૂંટણી પ્રચાર

·         સપ્ટેમ્બરમાં 15 રાજ્યોમાં બાઈડનના ચૂંટણી પ્રચાર માટે 2100 કરોડ રૂપિયાનું રિઝર્વ ફંડ રાખ્યું છે. જેમાં 1650 કરોડ ટીવી વિજ્ઞાપન અને 450 કરોડ ડિઝીટલ વિજ્ઞાપન ખર્ચ કરાશે.

·         ટ્રમ્પના ટીવી પર પ્રચાર અભિયાન માટે 1085 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. તેમની ટીમે આ ઉપરાંત ઓનલાઈન અને અન્ય ખર્ચની માહિતી આપી નથી.

આગળ શું?
આગામી બે મહિનામાં ટ્રમ્પ અને બાઈડન વચ્ચે 3 પ્રેસિડેન્શિયલ ડિબેટ થશે

·         કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટના કાર્યક્રમ પ્રમાણે, અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ટ્રમ્પ અને બાઈડન વચ્ચે પ્રેસિડેન્શિયલ ડિબેટ થશે.

·         પહેલી ડિબેટ 29 સપ્ટેમ્બરે ઓહાયોના ક્લીવલેન્ડમાં થશે

·         બીજી ડિબેટ 15 ઓક્ટોબરે ફ્લોરિડાના મિયામીમાં થશે

·         ત્રીજી ડિબેટ 22 ઓક્ટોબરે ટેનેસીમાં થશે. તમામ ડિબેટ 90મીનિટની હશે. વ્હાઈટ હાઉસ પૂલ નેટવર્ક કોઈ પણ વિજ્ઞાપન વગર તેનું સીધું પ્રસારણ કરશે.

ઉપરાષ્ટ્રપતિઃ 100 વર્ષમાં શક્તિશાળી થઈ ભૂમિકા, ડિક ચેની અને બાઈડન સૌથી પ્રભાવી
અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે યોજાનારી ડિબેટ 7 ઓક્ટોબરે થશે. ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસને આ પદ માટે પસંદ કર્યા છે. 100 વર્ષમાં આ પોસ્ટ દુનિયાની બીજી શક્તિશાળી પોસ્ટ બનાવાની સફર નક્કી કરી ચુકી છે.

·         રાષ્ટ્રપતિનું મોત, પદ છોડવા અથવા હટાવ્યા પછી પહેલો હકદાર ઉપરાષ્ટ્રપતિ જ હોય છે. કોંગ્રેસના જોઈન્ટ સેશનની અધ્યક્ષતા પણ કરે છે.

·         1804માં કરવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે, ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ સાથે જ અપ્રત્યક્ષ રીતે ઈલેક્ટોરલ કોલેજ દ્વારા 4 વર્ષ માટે પસંદ કરવામાં આવે છે.

·         250 વર્ષમાં 14 ઉપરાષ્ટ્રપતિ જ અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા છે.

·         9/11 હુમલા વખતે ડિક તેની ઉપરાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે નિર્ણય તેમની સલાહને આધારે લીધા. હુમલા પછી કડક નિયમ એમને જ આપ્યા હતા. સદ્દામના ખાત્મા, સીરિયા અને અફઘાનિસ્તાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

·         આતંકી ઓસામા બિન લાદેનના ખાતમા વખતે બાઈડન ઉપરાષ્ટ્રપતિ હતા. સુરક્ષા સલાહકાર સાથે રણનીતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post