• Home
  • News
  • આમ આદમીને લાગ્યો કરંટ, મોંઘવારીનો દર 6 વર્ષમાં સૌથી વધારે, સબસિડી વગરનો ગેસ સિલિન્ડર 144 રૂપિયા મોંઘો
post

ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાં પણ આવ્યા, ડિસેમ્બરમાં 0.3% ઘટાડો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 10:23:57

નવી દિલ્હીઃ જાન્યુઆરી માસમાં શાકભાજી, કઠોળ અને પ્રોટીન ધરાવતા માંસ, માછલી સહિતની ખાદ્ય સામગ્રીની કિંમતોમાં ઊછાળાના પગલે રિટેલ ફુગાવાનો દર વધી 7.59 ટકાની વર્ષની ટોચે પહોંચ્યો છે. જે ડિસેમ્બર-19માં 7.35 ટકા અને જાન્યુઆરી—19માં 1.97 ટકાની સપાટીએ હતો. જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું છે અને સબસિડી વિનાના રાંધણગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરાયો છે. આઈઓસીના જણાવ્યા મુજબ 14 કિલોના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 144 રૂપિયાથી વધીને 858 થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. જો કે કોલકાત્તામાં સિલિન્ડરની કિંમત 149 વધીને 896ની થઈ છે. મુંબઈમાં રૂ. 145ના વધારા સાથે તેની કિંમત 829 થઈ છે.

ખાદ્યપદાર્થો અને ઠંડાપીણાની કેટેગરીમાં 11.70 ટકા નોંધાયો
ચેન્નાઈમાં રૂપિયા 147ના વધારા સાથે 881ની કિંમત થઈ છે. જાન્યુઆરી 2020 પછી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો. સિલિન્ડરની કિંમત એલપીજીના ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક રેટ અને યુએસ ડૉલર તથા રૂપિયાના એક્સચેન્જ રેટને આધારે નક્કી થાય છે. એક વર્ષમાં 12થી વધુ સિલિન્ડરના ઉપયોગ પછી જો કોઈ સિલિન્ડર ખરીદે તો તેને નોન સબસિડી એલપીજી સિલિન્ડર માટેની કિંમત ચૂકવવી પડે છે. નોન સબસિડી અગાઉ મે-2014માં સીપીઆઇ આધારીત ફુગાવાનો દર 8.33 ટકાની ટોચે હતો. વર્ષે જાન્યુઆરી દરમિયાન ફુડ ઇન્ફ્લેશન 13.63 ટકા રહ્યો હતો. તે આગલાં મહિને 14.19 ટકા નોંધાયો હોવાનું નેશનલ સ્ટેટિકલ ઓફીસે જણાવ્યુ હતું. જોકે ફુડ ઇન્ફ્લેશન જાન્યુઆરી-19માં (-) 2.24 ટકાની નેગેટિવ સપાટીએ રહ્યો હતો. વેજીટેબલ્સમાં 50.19 ટકા, કઠોળમાં 16.71 ટકા નોંધાયો હતો. પ્રોટીનયુક્ત આઇટેમ્સ પૈકી માંસ અને માછલીની કિંમતમાં 10.50 ટકા વધારો થયો હતો. જ્યારે ઇંડાની કિંમતમાં 10.41 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. ખાદ્યપદાર્થો અને ઠંડાપીણાની કેટેગરીમાં 11.70 ટકા નોંધાયો છે.

તમામ કેટેગરીમાં ફુગાવામાં વૃદ્ધિ
જાન્યુઆરી માસમાં ફુગાવાનો દર 4.1 ટકાની સપાટીએ પહોંચી ગયો છે. જે ચિંતાનો વિષય ગણાવી શકાય. ખાદ્ય સામગ્રી સહિતની તમામ કેટેગરીમાં વૃદ્ધિ જોવા મળી છે. આરબીઆઇની પોલિસીમાં અંગે પ્રતિબિંબ પડે તે જોવાનું રહ્યું. - અદિતિ નાયર, પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ, ઇકરા

વ્યાજદરમાં ઘટાડા સામે પ્રશ્નાર્થઃ ફુગાવો કેટલી ઝડપે 4 ટકાથી નીચી સપાટીએ જાય છે તેની ઉપર આરબીઆઇની એમપીસી આગામી રેટ કટ અંગે વોચ રાખશે. સતત બીજા મહિને સીપીઆઇ નવી ટોચે પહોંચ્યો છે. જે આરબીઆઇના ટાર્ગેટથી ખાસ્સો વધુ છે.

મકાનોની કિંમત જાન્યુઆરીમાં 4.20% વધીઃ જાન્યુઆરી માસમાં મકાનોની કિંમતમાં 4.20 ટકા જ્યારે ઇંધણ અને લાઇટમાં ફુગાવો 3.66 ટકા રહ્યો હતો.

દિલ્હી ચૂંટણીના કારણે ભાવ વધારવાનો નિર્ણય ટાળવામાં આવ્યો- અધિકારી

સામાન્ય રીતે દર મહીનાની એક તારીખે ઘરેલુ ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. જોકે વખતે તેમાં બે સપ્તાહથી પણ વધુ સમય લાગ્યો. અધિકારીઓનું કહેવું છે કે આટલા વધારા માટે જરૂરી મજૂરીઓ લેવામાં આટલો સમય લાગ્યો. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે ઘરેલુ ગેસના ભાવ વધારવાનો નિર્ણય દિલ્હી ચૂંટણીના કારણે ટળત ગયો હતો.

છૂટક મોંઘવારી વધવાના લીધે રેપો રેટમાં કપાતની આશા ઓછી
RBI
મોનિટરી નીતિની સમીક્ષામાં વ્યાજ દર નક્કી કરતી વખતે છૂટક મોંઘવારીના રેટ ધ્યાનમાં રાખે છે. RBIનું લક્ષ્ય હોય છે કે છૂટક મોંઘવારી 4-6 ટકાના દાયરામાં રહે. જોકે RBI તેના લક્ષ્યની ઉપરની લિમિટ પાર કરી ચૂકી છે. આવી પરિસ્થિતિમાં રેપો રેટમાં ઘટાડાની આશા ઓછી થઇ ગઇ છે. RBI ગત બે બેઠકમાં વ્યાજદરોમાં કોઇ બદલાવ કર્યો હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post