• Home
  • News
  • 500 વર્ષ પછી ફરી મનુવાદની વાપસી, રામ મંદિર મુદ્દે કોંગ્રેસ નેતા ઉદિત રાજનું વિવાદાસ્પદ નિવેદન
post

અયોધ્યામાં પીએમ મોદીની મીરાના ઘરે મુલાકાત અંગે ઉદિતે કહ્યું કે, ‘તેઓ લાભાર્થી નહીં નિષાદના ઘરે ગયા હતા’

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-01 20:22:28

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રીરામ મંદિરના આમંત્રણ અને પીએમ મોદીની મીરાના ઘરે મુલાકાત મામલે વિપક્ષોએ વિવાદ શરૂ કરી દીધો છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, જેમાં વડાપ્રધાન મોદી સામેલ થવાના છે. જોકે તે પહેલા કેટલાક વિપક્ષી દળોના વિવાદાસ્પદ નિવેદન સામે આવી રહ્યા છે. વિપક્ષી દળોએ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળ્યું હોવાનો ભાજપ પર આરોપ લગાવ્યો છે. હવે કોંગ્રેસ નેતા ઉદિત રાજે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, 500 વર્ષ પછી ફરી મનુવાદની વાપસી થઈ રહી છે.

‘શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ રાજા છે’

ઉદિત રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ‘એટલે કે 500 વર્ષ બાદ મનુવાદની વાપસી થઈ રહી છે.’ તેમણે લખ્યું કે, ‘ભાજપ માત્ર દેખાડો કરી રહી છે. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ રાજા છે, ભાજપ બંધારણને માનતી નથી.’ અયોધ્યામાં પીએમ મોદીની મીરાના ઘરે મુલાકાત અંગે ઉદિતે કહ્યું કે, તેઓ લાભાર્થી નહીં નિષાદના ઘરે ગયા હતા.

રામ મંદિરના આમંત્રણ મામલે રાજકારણ શરૂ

ઉદિત રાજ 2014માં ઉત્તર-પશ્ચિમ દિલ્હીની બેઠક પરથી ભાજપના સાંસદ બન્યા હતા. જોકે બાદમાં તેમણે ભાજપ છોડી ઈન્ડિયન જસ્ટિસ પાર્ટી બનાવી હતી. રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે કોંગ્રેસના અસ્પષ્ટ વલણ વચ્ચે ઉદિતે વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકારણ ગરમાયું છે. કાર્યક્રમ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ મોકલાયું છે, જોકે પાર્ટીની અંદરના લોકો તેમને કાર્યક્રમમાં ન જવાની સલાહ આપી રહ્યા છે. ઉદિતના નિવેદન બાદ ભાજપે પણ કોંગ્રેસ પર નિશાન સાધવાનું શરુ કરી દીધું છે.


adv

Related News

post
post
post
post
post
post
post