• Home
  • News
  • 10 વર્ષે થયો ખુલાસો, પાઈલટે આત્મહત્યા કરવા 239 મુસાફરોનો ભોગ લીધો, MH370 અંગે એક્સપર્ટે કર્યો મોટો દાવો
post

વર્ષ 2014માં રહસ્યમય સંજોગોમાં મલેશિયાથી ચીન જઈ રહેલ 239 મુસાફરો સાથેનું વિમાન એકાએક ગુમ થઈ ગયું. આ ઘટનાના 10 વર્ષ બાદ, બ્રિટિશ નિષ્ણાત અને બોઇંગ 777ના પાઇલટે હવે એક ચોકાવનારો રિપોર્ટ જણાવ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-18 19:29:09

આજથી આશરે દશ વર્ષ પહેલા કુઆલાલંપુર એરપોર્ટથી ચીનના બેઇજિંગ એરપોર્ટ જઈ રહેલ મલેશિયન એર લાઈન્સની ફ્લાઈટ MH370 રહસ્યમય સંજોગોમાં એકાએક ગુમ થઈ ગયું હતું. મલેશિયન એરલાઈન્સનુ વિમાન કુઆલાલંપુર એરપોર્ટથી ઉડ્યું ત્યારે તેમાં કુલ 239 મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટ એકાએક ગુમ થઈ ગઈ તેનુ કારણ લગભગ દશ વર્ષ સુધી રહસ્યમય રહ્યું. પરંતુ હવે એક એવી ચોકાવનારી વિગત સામે આવી છે કે જેનાથી સમગ્ર વિશ્વનું ઉડ્ડયન ક્ષેત્ર માટે આંચકા સમાન છે. બ્રિટનના ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાત અને બોઇંગ 777ના પાઇલટે એવો દાવો કર્યો છે કે, ફ્લાઈટ MH370ના પાઇલટે આત્મહત્યા કરવા માટે મુસાફરોની સામૂહિક હત્યા કરી છે.

બ્રિટનના મીડિયા રિપોર્ટ અનુસાર, આ ક્ષેત્રના તજજ્ઞ સિમોન હાર્ડી માને છે કે મલેશિયન એરલાઈન્સની ફ્લાઈટ પ્લાન અને ટેક્નિકલ લોગ કાર્ગોમાં છેલ્લી ઘડીના ફેરફારો દર્શાવે છે. જેમાં 3,000 કિલોગ્રામ ઈંધણ અને વધારાના ઓક્સિજનનો સમાવેશ થાય છે. જે સૂચવે છે કે કેપ્ટન ઝાહરી અહમદ શાહે વિમાનને ગુમ કરવાની યોજના બનાવી હતી.

વિમાન ગુમ થયાના એક વર્ષ બાદ 2015માં જ્યારે તેની તપાસ ચાલી રહી હતી ત્યારે હાર્ડી ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો સાથે કામ કરી રહ્યો હતો. બ્રિટનના ધ સન સાથે વાત કરતા સિમોન હાર્ડી કહ્યું, ‘આ એક વિચિત્ર સંયોગ છે કે પ્લેનમાં છેલ્લું એન્જિનિયરિંગ કામ તે ગુમ થયા પહેલા કરવામાં આવ્યું હતું. આમાં, ક્રૂ ઓક્સિજન વધારવામાં આવ્યો હતો, જે માત્ર કોકપિટ માટે હતો અને કેબિન ક્રૂ માટે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post