• Home
  • News
  • રિયાએ કહ્યું હતું કે સુશાંત પેરિસમાં ત્રણ દિવસ સુધી બહાર નીકળ્યો ન હતો, હવે ડિઝનીલેન્ડવાળા વીડિયોને લઈને એક્ટ્રેસના વકીલે સ્પષ્ટતા કરી
post

સુશાંત અને રિયા છ દિવસ પેરિસમાં હતાં અને તેમણે આખો એક દિવસ ડિઝનીલેન્ડમાં પસાર કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 09:39:56

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રિયા ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે ગયા વર્ષે યુરોપ ટ્રિપ દરમ્યાન સુશાંત ત્રણ દિવસ સુધી પેરિસની હોટલના રૂમમાંથી બહાર નીકળ્યો ન હતો. પછી સુશાંતનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે પેરિસમાં ડિઝનીલેન્ડમાં એન્જોય કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ રિયાના આ દાવા પર સવાલ ઉપસ્થિત થઈ રહ્યા હતા. આ બાબતે હવે રિયાના વકીલ સતીશ માનશિંદેએ રિયાની વાતને સાચી ગણાવી છે.

ક્વિન્ટવેબસાઈટ સાથેની વાતચીત દરમ્યાન માનશિંદેને રિયાના તે દાવા અને સુશાંતના તે વીડિયો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે રિયાએ એવું ક્યારેય નથી કહ્યું કે તે હોટલમાંથી સાવ બહાર ન નીકળ્યા ન હતા. પરંતુ તેણે કહ્યું હતું કે ત્રણ દિવસ સુધી સુશાંત બહાર નીકળ્યા ન હતા, તેના પછી બહાર નીકળ્યા હતા અને તે વીડિયો ત્યારનો જ છે.

વકીલે કહ્યું - રિયાએ ખોટું ન કહ્યું હતું
વકીલે કહ્યું, રિયાએ જે પણ કહ્યું તે સાચું હતું. સુશાંત અને રિયા છ દિવસ પેરિસમાં હતાં અને તેમણે આખો એક દિવસ ડિઝનીલેન્ડમાં પસાર કર્યો હતો. રિયાએ જણાવ્યું કે સુશાંત બાયપોલર હતો અને કોઈપણ મેડિકલ એક્સપર્ટ જણાવી દેશે કે આવા લોકોના મૂડ સ્વિંગ ઘણા જલ્દી થાય છે.

એક્ટ્રેસ અને સુશાંતના પરિવાર વિશે પણ વાત કરી
રિયાના વકીલે એક્ટ્રેસ અને સુશાંતના પરિવાર વચ્ચેના સંબંધ વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું, એપ્રિલ 2019માં રિયા એક પાર્ટીમાં ગઈ હતી અને ત્યાં સુશાંત પણ હાજર હતો. ત્યાં સુધી કે સુશાંતની બહેનો પણ તે પાર્ટીમાં હાજર હતી તેમાંની એક (પ્રિયંકા) નશામાં હતી અને ખરાબ વર્તન કરી રહી હતી. પાર્ટીમાંથી પરત ફર્યા બાદ સુશાંત અને તેની બહેનોએ ડ્રિન્ક કરવાનું ચાલુ રાખ્યું અને રિયા ઊંઘવા જતી રહી. જેવી રીતે રિયાએ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તે રાત્રે પ્રિયંકાએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. ત્યારબાદ જ્યારે રિયાએ આ વિશે સુશાંતને જણાવ્યું તો તેણે આ વાત તેના ભાઈ બહેનો સામે ઉઠાવી હતી અને તેની ચેટ પણ રિયાને ફોરવર્ડ કરી હતી.

સુશાંત તેના પરિવારથી ઘણો નજીક હતો
સાથે જ વકીલે એવું પણ કહ્યું કે સુશાંત તેની બહેનોની ઘણો ક્લોઝ હતો પરંતુ પરિવારને રિયા જરા પણ ગમતી ન હતી. તેમણે કહ્યું, સુશાંત તેની બહેનોની ઘણો ક્લોઝ હતો. કોઈના કોઈ લેવલે રિલેશન સ્ટ્રેસફુલ રહ્યા હશે. જ્યારે રિયા તેમના જીવનમાં આવી તો પરિવારે તેની સાથે સારો વ્યવહાર ન કર્યો અને ત્યારથી સંબંધોમાં તણાવ ચાલતો આવ્યો છે. જ્યારે પણ પરિવારનું કોઈ મુંબઈ આવતું તો રિયાને ઘરેથી જવા માટે કહેવામાં આવતું, પરંતુ પરિવારના સંબંધ સુશાંત સાથે ઘણા સ્ટ્રોંગ હતા, જે તમે ઘણા વીડિયોઝમાં જોઈ ચૂક્યા હશો.

 

adv

Related News

post
post
post
post
post
post
post