• Home
  • News
  • રિશી કપૂરે અંતિમ સમય સુધી હોસ્પિટલમાં ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફનું મનોરંજન કર્યું
post

બે વર્ષથી કેન્સર સામે લડતા રિશીનું 30 એપ્રિલે સવારે 8.45એ નિધન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 12:07:11

મુંબઈ: રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. બે વર્ષથી કેન્સર સામે લડતા રિશીનું 30 એપ્રિલે સવારે 8.45એ નિધન થયું હતું. પરિવાર તરફથી શોક સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો. અંતિમ સમય સુધી તેમણે ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફનું મનોરંજન કર્યું હતું. 

કપૂર પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલા શોક સંદેશમાં કહેવામાં આવ્યું છે, લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડાઈ બાદ આજે 8.45 વાગે અમારા પ્રિય રિશીનું નિધન થયું. હોસ્પિટલના ડોક્ટર્સ તથા મેડકિલ સ્ટાફે કહ્યું હતું કે તેમણે અંતિમ સમય સુધી મનોરંજન કર્યું હતું. તેઓ જિંદાદિલ હતાં. બે દેશોમાં બે વર્ષની સારવાર બાદ પણ તેઓ પૂરી દ્રઠ ઈચ્છાશક્તિ સાથે જીવન જીવતા રહ્યાં.

કેન્સર દરમિયાન રિશીનું ફોકસ હંમેશાં પરિવાર, મિત્ર, ભોજન તથા ફિલ્મ પર જ રહ્યું. આ સમય દરમિયાન તેમને મળવા આવનાર દરેક વ્યક્તિ એ વાતથી હેરાન હતી કે તેમણે પોતાની બીમારી દરમિયાન કેવી રીતે પરિવાર, મિત્રો, ભોજન તથા ફિલ્મથી પોતાની જાતને દૂર થવા દીધી નથી.

તેઓ પોતાના વિશ્વભરના ચાહકોના પ્રેમ માટે આભારી હતાં. રિશીના નિધન બાદ ચાહકો સમજશે કે તેમને એક હાસ્ય સાથે યાદ કરવામાં આવે, નહીં કે આંસુઓ સાથે.

વ્યક્તિગત નુકસાનની આ ઘડીમાં અમે પણ સમજી છીએ કે દુનિયા ઘણી જ મુશ્કેલીમાં પસાર થઈ રહી છે. જાહેરમાં ભેગા થવા પર અનેક પ્રતિબંધો છે. અમે તેમના અનેક ચાહકો તથા શુભેચ્છો અને પરિવારના મિત્રોને અપીલ કરીએ છીએ કે તેઓ કાયદાનું સન્માન કરે. બીજો કોઈ વિકલ્પ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post