• Home
  • News
  • બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનથી વધુ લોકપ્રિય છે ભારતીય મૂળના ઋષિ સુનાક
post

મહામારી પછી બોરિસ જોનસનના રેટિંગમાં ઘટાડો, પાર્ટીના આંતરિક સરવેમાં નાણામંત્રીથી પણ પાછળ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 10:27:41

બ્રિટનના વડાપ્રધાન બનતા પહેલા બોરિસ જોનસન પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા હતા. જોકે, આ વર્ષે સ્થિતિ બદલાઈ ગઈ છે. બ્રિટનમાં મહામારીના પ્રકોપે જોનસનની લોકપ્રિયતા પર અસર નાખી છે. સરવે એજન્સી યુગવન અનુસાર 22 દેશોમાં મહામારીનો સામનો કરવામાં સરકારની ભૂમિકા પર નાગરિકોના અભિપ્રાયમાં જોનસન સૌથી નીચેના સ્થાનની નજીક છે. પાર્ટીના સર્વેમાં નાણામંત્રી અને ભારતીય મુળના ઋષિ સુનાકે વડાપ્રધાનને પાછળ રાખી દીધા છે.

ગયા વર્ષે જોનસને પાર્ટીને સત્તા અપાવી હતી. હવે તેમની સક્ષમતા અને કેટલાક નિર્ણયો અંગે શંકા પેદા થઈ છે. પાર્ટીના લોકો વિચારે છે કે, સરકારે લોકોની આઝાદી પર અંકુશ લગાવીને મોટી ભૂલ કરી છે. મંત્રીમંડળની બેઠકોમાં સુનાકે તેની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે. પાર્ટીની વેબસાઈટ કન્ઝરવેટિવ પર સરવેમાં જોનસનની ખરાબ સ્થિતિ જોવા મળી છે.

ઋષિ સુનાકના અન્ય સાંસદોને મહત્ત્વ આપવાને કારણે જોનસન અને તેમના વચ્ચે હરિફાઈની ચર્ચા શરૂ થઈ છે. વડાપ્રધાન પાર્ટીના સાંસદોને વધુ મહત્ત્વ આપતા નથી. સુનાકની લોકપ્રિયતા પ્રજાને રાહતો આપવા સાથે જોડાયેલી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post