• Home
  • News
  • અમેરિકામાં લૉકડાઉન ખૂલ્યા પછી જોખમ વધ્યું, સલૂનવર્કરથી 91 લોકો ચેપગ્રસ્ત
post

અર્થતંત્રને પાટે લાવવા અનેક દેશ પ્રતિબંધો હળવા કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 11:47:35

વોશિંગ્ટન: અમેરિકામાં લૉકડાઉન ખૂલ્યા પછી કોરોના ફેલાવાનું જોખમ વધી રહ્યું છે. મિસૌરીમાં એક ચેપગ્રસ્ત સલૂનવર્કરને કારણે 91 લોકો કોરોના ચેપગ્રસ્ત થયા છે. તેમાં 84 ગ્રાહક, 7 સલૂનવર્કર સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે જે સલૂનવર્કરને કારણે ચેપ ફેલાયો તે લૉકડાઉન ખૂલ્યાના 8 દિવસ સુધી કામ પર આવ્યો હતો. મિસૌરીમાં 4 મેથી સલૂન ખૂલી ગયાં હતાં. અહીં અત્યાર સુધી 11,752 કેસ સામે આવ્યા છે. જોકે 676 લોકો મૃત્યુ પામ્યા છે. મિસૌરીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા માઈક પાર્સન ગવર્નર છે. ટ્રમ્પ લૉકડાઉન ખોલવા પર ભાર મૂકતાં રહ્યા છે. વોશિંગ્ટનના સ્પોકન શહેરની એક પાસ્તા ફેક્ટરીમાં 22 કર્મચારી ચેપગ્રસ્ત મળ્યા હતા. ડેમોક્રેટિક પાર્ટી નેતા જે ઈન્સલી વોશિંગ્ટનના ગવર્નર છે. ઈન્સલી લૉકડાઉન ખોલવામાં ઉતાવળ બદલ ટ્રમ્પની ટીકા કરી ચૂક્યા છે. વોશિંગ્ટનમાં લૉકડાઉન હટાવાયું છે. તે હેઠળ ખાદ્ય ઉદ્યોગો શરૂ થયા છે. વોશિંગ્ટનમાં હેરસલૂન, જિમ 1 જૂન પછી ખૂલી શકે છે. અહીં અત્યાર સુધી 20,395 કેસ સામે આવ્યા છે. જોકે 1076 લોકો મૃત્યુ પામ્યા છે. 


મેરીલેન્ડના કિનારે ન્યુયોર્કના લોકોના આગમન પર રોક
મેરીલેન્ડમાં સમુદ્ર કિનારા ખૂલી ગયા છે તંત્રએ ન્યુયોર્કના લોકોના આગમન પર રોક લગાવી છે. ન્યુયોર્કમાં સૌથી વધુ 3,69,656 કેસ સામે આવ્યા છે. 29,112 લોકો મૃત્યુ પામ્યા છે. 


એક લાખ મૃત્યુ છતાં ટ્રમ્પ ગોલ્ફ રમે છે : બિડેન
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના પ્રબળ દાવેદાર જો બિડેને ટ્રમ્પની ટીકા કરી છે. બિડેને કહ્યું કે અમેરિકામાં કોરોનાથી આશરે એક લાખ લોકો મૃત્યુ પામ્યા છે અને ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા છે. ખરેખર ટ્રમ્પ લૉકડાઉન શરૂ થયા પછી પહેલીવાર શનિવારે વર્જિનિયામાં ગોલ્ફ રમ્યા હતા. અમેરિકામાં અત્યાર સુધી 16,66,829 કેસ સામે આવ્યા છે. જોકે 98,683 લોકો મૃત્યુ પામ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post