• Home
  • News
  • રોહિત શર્મા બન્યો ઓસ્ટ્રેલિયા સામે 100 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન, સચિન-ધોની 60-60 સિક્સર ફટકારી શક્યા છે
post

ઈજા બાદ પાછા ફરતા રોહિત શર્માનો આ પહેલો પ્રવાસ છે. તેના પર ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કરવાનો પડકાર છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 13:34:24

સિડની ટેસ્ટના બીજા દિવસે રોહિત શર્મા ભલે બેટ વડે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો, પરંતુ આ છતાં પણ તેણે મોટો રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે તમામ ફોર્મેટમાં 100 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ વનડે મેચમાં 76 સિક્સર , ટી-20માં 15 સિક્સર અને ટેસ્ટમાં 9 સિક્સર ફટકારતા 100 સિક્સર પોતાને નામે કરી છે.

નાથન લિયોનના બોલ પર રોહિત શર્માએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના 424ની સિક્સર ફટકારી હતી. તે ક્રીઝમાંથી બહાર નીકળ્યો અને મિડ વિકેટ અને લોંગ ઓન વચ્ચે તેણે હવાઈ શોટ ફટકારતાં છ રન મેળવ્યા હતા.

રોહિત શર્માએ આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે પોતાની 100 સિક્સર પૂરી કરી લીધી હતી. તેના પછી બીજા નંબર પર ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન છે, જેમણે કાંગારૂઓ સામે 63 સિક્સર ફટકારી હતી. બ્રેડન મેક્કુલમે 61, સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે 60-60 સિક્સર ફટકારી છે.

રોહિત શર્મા ભલે આજે છગ્ગાની સદી ફટકારી હોય પણ તેઓ મેચ દરમિયાન ટીમ માટે માત્ર 26 રનનું યોગદાન જ આપી શક્યો. તેણે શુભમન ગિલ સાથે 70 રનની ભાગીદારી કરી હતી.

ઈજા બાદ પાછા ફરતા રોહિત શર્માનો આ પહેલો પ્રવાસ છે. તેના પર ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કરવાનો પડકાર છે.

ઓસ્ટ્રેલીયા સામે સૌથી વધુ સિક્સર

100 સિક્સર - રોહિત શર્મા

63 સિક્સર - ઇયોન મોર્ગન

61 સિક્સર - બ્રેડન મેક્કુલમ

60 સિક્સર - સચિન તેંડુલકર

60 સિક્સર - એમએસ ધોની

એક દેશ સામે સૌથી વધુ સિક્સર

130 સિક્સર - ક્રિસ ગેલ વિ ઇંગ્લેંડ

100 સિક્સર - રોહિત શર્મા વિ ઓસ્ટ્રેલિયા

87 સિક્સર - ક્રિસ ગેલ વિ ન્યૂઝીલેન્ડ

86 સિક્સર - શાહિદ આફ્રિદા વિ શ્રીલંકા




adv

Related News

post
post
post
post
post
post
post