• Home
  • News
  • દુનિયા કોરોના સામે જંગ લડી રહ્યું છે, જ્યારે અહીં ભૂકંપના જોરદાર આંચકા સાથે સુનામીની આશંકા
post

જેનું કેન્દ્ર રશિયાના કુરિલ આઈલન્ડથી લગભગ 218 કિમી દૂર સાઉથ-ઈસ્ટના સેવેરોમાં મળ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 11:08:22

વિશ્વ આખુ જ્યારે કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે, ત્યારે રશિયામાં અન્ય એક મુશ્કેલીમાં ઘેરાયું છે. રશિયામાં ભૂકંપના ઝટકા જોવા મળ્યા છે. રશિયામાં આવેલા આ ભૂકંપના આંચકા 7.5 રિક્ટર સ્કેલના હોવાનું સામે આવ્યું છે. જેનું કેન્દ્ર રશિયાના કુરિલ આઈલન્ડથી લગભગ 218 કિમી દૂર સાઉથ-ઈસ્ટના સેવેરોમાં મળ્યું છે.

ભૂકંપ બાદ સુનામીની પણ આશંકા

રશિયામાં આવેલો આ ભૂકંપના આંચકા સ્થાનિક સમય મુજબ જોઈએ તો, ત્યાં બુધવારના બપોરે અનુભવાયા હતા. ભૂકંપ બાદ અહીં સુનામી આવવાના પણ અણસાર આપ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો પ્રમાણે જોઈએ તો, હજૂ સુધી કોઈ જાનહાનીની ખબર આવી નથી.

7.5ની તિવ્રતાના આંચકા

આપને જણાવી દઈએ કે, સેવેરો-કુરિલ એક નાનુ એવુ શહેર છે. જ્યાંની વસ્તી લગભગ 2500ની છે. અગાઉ આ ભૂકંપની તિવ્રતા 7.8 જણાવવામાં આવી હતી. પણ બાદમાં તેને 7.5 નોંધાઈ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post