• Home
  • News
  • ભારતમાં ટેલિકોમ્યુનિકેશન, ઓટોમોબાઇલ, ઓઇલ અને ગેસ સેક્ટર્સમાં રશિયાનું મોટું રોકાણ, યુક્રેન ઇન્વેસ્ટમેન્ટના મામલે ઘણું પાછળ
post

યુક્રેનની સરખામણીએ રશિયાનું ભારતમાં 11300% વધુ રોકાણ

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-28 12:04:26

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જોકે હજુ સુધી ભારતે પોતાનો અભિગમ તટસ્થ રાખ્યો છે. આ બંને દેશ વચ્ચે ઊભા થયેલા તણાવને કારણે વૈશ્વિક ઈકોનોમીને અસર થઈ છે અને ભારત પણ એમાંથી બાકાત નથી. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ના આંકડા મુજબ, સીધા વિદેશી રોકાણ (FDI)ના મામલે ભારતમાં રશિયાએ માર્ચ 2000-ડિસેમ્બર 2021 દરમિયાન રૂ. 7177 કરોડનું રોકાણ કર્યું છે. એની સામે યુક્રેનનું ઇન્વેસ્ટમેન્ટ માત્ર રૂ. 63 કરોડ જેટલું જ છે.

ભારતના રોકાણના નકશામાં યુક્રેન ક્યાંય નથી
સરકારના આંકડા બતાવે છે કે ભારતમાં વિદેશી રોકાણના નકશામાં યુક્રેનનો નંબર ઘણો જ પાછળ છે. છેલ્લાં 21 વર્ષના રોકાણની સરેરાશ જોઈએ તો યુક્રેનનું ભારતમાં વાર્ષિક એવરેજ ઇન્વેસ્ટમેન્ટ માત્ર રૂ. 3 કરોડ જેટલું જ છે. એની સરખામણીએ રશિયાનું એવરેજ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 340 કરોડથી વધારે છે. યુક્રેનની સરખામણીએ રશિયાનું ભારતમાં 11300% વધારે રોકાણ છે.

મહત્ત્વનાં સેક્ટર્સમાં રશિયાનું મોટું રોકાણ
ભારતના મહત્ત્વના સેક્ટર્સમાં રશિયાએ રોકાણ કરેલું છે. ઇન્વેસ્ટ ઈન્ડિયા વેબસાઇટમાં જણાવ્યા મુજબ, રશિયા અને ભારત વચ્ચે 70 વર્ષથી સંબંધ છે અને બંને દેશ વચ્ચે હાઇ ટેકનોલોજી સેક્ટર્સમાં ડેવલપમેન્ટ માટે ઘણાં જોડાણો થાય છે. વેબસાઇટમાં બતાવ્યા મુજબ, રશિયાએ ટેલિકોમ્યુનિકેશન, ઓટોમોબાઇલ, ઓઇલ અને ગેસ, મેડિકલ અને સર્જિકલ એપ્લાયન્સીસ, ઇન્ડસ્ટ્રિયલ સર્વિસીઝ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિતનાં મહત્ત્વનાં સેક્ટર્સમાં રશિયાએ ઇન્વેસ્ટ કરેલું છે. ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં આવેલા રોકાણમાંથી 68% હિસ્સેદારી રશિયાની છે.

·         નિકાસ: ભારતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓમાં ઈલેક્ટ્રિકલ મશીનરી, ફાર્માસ્યુટિકલ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, આયર્ન અને સ્ટીલ, એપેરલ્સ, ચા, કોફી, વાહનોના સ્પેરપાર્ટ્સનો સમાવેશ થાય છે.

·         આયાત: રશિયામાંથી આયાત થતી મુખ્ય વસ્તુઓમાં સંરક્ષણ સાધનો, ખનિજ સંસાધનો, કીમતી પથ્થરો અને ધાતુઓ, પરમાણુ ઊર્જા સાધનો, ખાતર, ઇલેક્ટ્રિકલ મશીનરી, સ્ટીલની વસ્તુઓ, રસાયણોનો મુખ્ય છે.

ભારત-રશિયા બિલેટરલ ટ્રેડ 30 અબજ ડોલર પહોંચાડવાનો લક્ષ્યાંક
ભારત અને રશિયા વચ્ચે નાણાકીય વર્ષ 2019-20માં બંને દેશ વચ્ચે 8 અબજ ડોલરનો વ્યાપાર થયો હતો. ભારતે 2.6 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે રશિયાથી 4.48 અબજ ડોલરની આયાત થઈ હતી. બંને દેશ વચ્ચે 2025 સુધીમાં બિલેટરલ ટ્રેડ 30 અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે. 2017માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી પ્રોજેક્ટ્સમાં પરસ્પર રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભારત અને રશિયા $1 બિલિયનનું ફંડ સ્થાપવા સંમત થયા છે.

ભારતમાં સક્રિય રશિયન કંપની

·         કાસ્પર્સસ્કાય લેબ

·         રોસનેફટ

·         ગેઝપ્રો

·         પ્રોકટેક્સ

·         અરેટી ઇન્ટરનેશનલ

·         સિસ્ટેમા

 

adv

Related News

post
post
post
post
post
post
post