• Home
  • News
  • પશ્ચિમી દેશોનાં પ્રતિબંધ છતાં ૨૦૨૨માં રશિયાની નિકાસ વધી
post

જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં રશિયાની નિકાસ ૨૫ ટકા વધીને ૪૩૧ અબજ ડોલર

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-26 14:27:07

મોસ્કો: વર્ષ ૨૦૨૨ના પ્રથમ નવ મહિના એટલે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં રશિયાની નિકાસ ૨૫ ટકા વધીને ૪૩૧ અબજ ડોલર રહી છે તેમ એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

રશિયાની ફેડરલ કસ્ટમ્સ સર્વિસના ફર્સ્ટ ડેપ્યુટી હેડ રસલેન દેવીડોવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ જ સમયગાળામાં આયાત ૧૫.૭ ટકા ઘટીને ૧૮૦ અબજ ડોલર રહી છે.

આ સાથે જ આ સમયગાળામાં ૨૬૧ અબજ ડોલર ટ્રેડ સરપ્લસ નોંધવામાં આવ્યું છે કારણકે આયાત કરતા નિકાસનું પ્રમાણ વધારે છે. જો નિકાસ કરતા આયાત વધારે હોય તો વેપાર ખાધ થાય છે.

ટ્રેડ સરપ્લસની રકમ ૨૦૨૧ના પ્રથમ ૯ મહિના કરતા બમણી છે. ૨૦૨૨ના પ્રથમ ત્રણ કવાર્ટરમાં રશિયાના વિદેશ વેપારનું ટર્નઓવર ૬૧૧ અબજ ડોેલર રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૯.૬ ટકા વધારે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post