• Home
  • News
  • રશિયા 3 લાખ સૈનિકોને તહેનાત કરશે:પુતિને કહ્યું- NATOએ પરમાણુ હુમલાની ધમકી આપી, દેશની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈશું
post

યુદ્ધની શરૂઆતમાં જ પશ્ચિમી દેશોએ રશિયાનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-21 19:16:34

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે પુતિને યુક્રેનમાં સૈનિકોની તહેનાત કરવાની વાત કરી છે. આ અંતર્ગત રશિયા 3 લાખ રિઝર્વ સૈનિકોને એકત્ર કરી રહ્યું છે. અગાઉ તેમણે પશ્ચિમી દેશો પર 'ન્યૂક્લિયર બ્લેકમેઇલ'નો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે NATOના કેટલાક મોટા નેતાઓ રશિયા વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા છે.

પુતિને કહ્યું- પશ્ચિમી દેશો પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને બ્લેકમેઇલ કરશે તો રશિયા પણ એનો જવાબ આપશે. અમે અમારા દેશની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. આ માટે પુતિને સેનાને તહેનાત કરવા એક વટહુકમ પર હસ્તાક્ષર કર્યા છે.

પુતિને રશિયાની મિલિટરી પાવર વધારીને યુક્રેનના ડોનબાસ પર કબજો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડોનબાસ સિવાય રશિયા તેના ભાગ તરીકે યુક્રેનના ખેરસન અને ઝાપોરિઝિયાને પણ પોતાનો ભાગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિને આ વિસ્તારોમાં લોકમત સંગ્રહ કરાવવાનો આદેશ આપ્યો છે.

લોકમત થતાં આગામી દિવસોમાં ડોનેત્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયામાં રહેતા લોકો રશિયામાં જોડાવા મતદાન કરશે. આ વિસ્તારમાં રશિયન નાગરિકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. રશિયાના કબજાથી યુક્રેનનો આર્થિક વિનાશ થઈ શકે છે.

યુદ્ધની શરૂઆતમાં પણ રશિયાએ ધમકી આપી હતી

·         યુદ્ધની શરૂઆતમાં જ પશ્ચિમી દેશોએ રશિયાનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. કેટલાક દેશોમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હતા. 10 માર્ચે પુતિને કહ્યું હતું- પશ્ચિમી દેશોએ અમારા પર બિનજરૂરી પ્રતિબંધો લગાવ્યા છે. આ કારણે રશિયા ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

·         28 એપ્રિલે પુતિને ફરીવાર પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું - અમેરિકા અને તેના સહયોગી દેશ યુક્રેનને સાથ આપીને યુદ્ધને વધુ વેગ આપી રહ્યા છે. અમારી ધીરજની પરીક્ષા ન કરો.

·         6 જૂનના રોજ પુતિને યુક્રેનને રોકેટ સિસ્ટમ મોકલવા સામે પશ્ચિમી દેશોને ધમકી આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post