• Home
  • News
  • રશિયન વેક્સીન‌ નકલી? / વેક્સીનનું પૂરું ક્લિનિકલ ટ્રાયલ નથી થયું, 42 દિવસમાં માત્ર 38 લોકોને ડોઝ અપાયો, 144 પ્રકારની આડઅસરો દેખાઈ
post

ડેઇલીમેલના રિપોર્ટ અનુસાર, જે સ્વયંસેવકને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો, તેમને તાવ આવ્યો, શરીરમાં દુખાવો અને સોજો પણ આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-13 11:52:26

દુનિયાભરમાં રશિયાની વેક્સીન સ્પુતનિક- વી પર સવાલ ઉઠી રહ્યા છે. 11 ઓગસ્ટે દુનિયાની પહેલી કોરોના વેક્સીનના રજિસ્ટ્રેશન દરમ્યાન રજૂ કરવામાં આવેલ ડોક્યુમેન્ટ્સથી ઘણા ખુલાસા થયા છે. ડોક્યુમેન્ટ્સ અનુસાર વેક્સીન કેટલી સેફ છે તે જાણવા માટે પૂરું ક્લિનિકલ સ્ટડી થયું જ નથી.

ડેઇલીમેલના રિપોર્ટ અનુસાર, ટ્રાયલના નામ પર 42 દિવસમાં માત્ર 38 સ્વયંસેવકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો. ટ્રાયલના ત્રીજા સ્ટેજ વિશેની કોઈ જાણકારી સામે આવી નથી.

રશિયન સરકારનો દાવો છે કે વેક્સીનના કોઈ સાઈડઇફેક્ટ્સ નથી દેખાયા, જ્યારે ડોક્યુમેન્ટ્સ જણાવે છે કે 38 સ્વયંસેવકોમાં 144 પ્રકારના સાઈડઇફેક્ટ્સ જોવા મળ્યા. ટ્રાયલના 42મા દિવસે પણ 38માંથી 31 સ્વયંસેવક આ સાઈડઈફેક્ટ્સ સામે લડી રહ્યા હતા. સ્વયંસેવકોને ડોઝ લીધા બાદ ઘણી પ્રકારની તકલીફો પડી. છેલ્લા ઘણા દિવસથી WHO પણ આ વેક્સીન પર સવાલ ઉઠાવી રહી છે.

WHOનું કહેવું છે કે રશિયાએ વેક્સીન બનાવવા માટે નક્કી કરેલ નિયમોનું પાલન નથી કર્યું, આવામાં આ વેક્સીનની સફળતા પર ભરોસો કરવો મુશ્કેલ છે.

જાણો, રશિયન સરકારના દાવા અને ડોક્યુમેન્ટ્સની ફેક રિઆલિટી..

·         પહેલો દાવો: રશિયાના રક્ષા મંત્રાલય મુજબ, વેક્સીન ટ્રાયલના જે પરિણામ સામે આવ્યા તેમાં વધુ સારી ઇમ્યૂનિટી વિકસિત થવાના પુરાવા મળ્યા છે. કોઈપણ સ્વયંસેવકમાં નેગેટિવ ઇફેક્ટ્સ જોવા મળી નથી.

·         હકીકત: ડોક્યુમેન્ટ્સ મુજબ, જે સ્વયંસેવકને વેક્સીન અપાઈ તેમને તાવ, શરીરમાં દુખાવો, શરીરનું તાપમાન વધવું, જ્યાં ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યાં ખંજવાળ આવવી અને સોજો ચડી જવો જેવા સાઈડઈફેક્ટ્સ દેખાયા. આ સિવાય શરીરમાં એનર્જી ફીલ ન થવી, ભૂખ ન લાગવી, માથું દુખવું, ડાયરીઆ, ગળામાં સોજો, નાક વહેવું જેવા સાઈડઈફેક્ટ્સ કોમન હતા.

·         જ્યારે વેક્સીનનો પહેલો ડોઝ પુતિનની દીકરીને આપવામાં આવ્યો ત્યારે તેનું શરીરનું તાપમાન પહેલાં એક ડિગ્રી વધ્યું પછી ઘટ્યું પરંતુ, રાષ્ટ્રપતિ પુતિને દાવો કર્યો કે મારી દીકરીના શરીરમાં એન્ટિબોડીઝ વધ્યા છે.

·         બીજો દાવો: રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું, અમે વેક્સીન તૈયાર કરવામાં અન્યથી ઘણા મહિના આગળ છીએ. આ મહિનામાં મોટા પાયે વધુ ત્રણ ટ્રાયલ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન પછી પુતિને કહ્યું કે વેક્સીન માટે આવશ્યક તમામ ટ્રાયલ પૂરા થઇ ચૂક્યા છે.

·         હકીકત: રશિયાએ અત્યારસુધી વેક્સીનના જેટલા પણ ટ્રાયલ કર્યા છે તેના સાયન્ટિફિક ડેટા રજૂ નથી કર્યા. ત્રીજા સ્ટેજમાં ટ્રાયલ કર્યું છે કે નહીં તેના પર પણ શંકા છે. WHOએ આ વેક્સીન પર ઘણી શંકાઓ વ્યક્ત કરી છે.

·         સંગઠનના પ્રવક્તા ક્રિસ્ટિયન લિંડમિયરે પ્રેસ બ્રિફિંગ દરમ્યાન કહ્યું કે જો કોઈ વેક્સીનનું ત્રીજા સ્ટેજમાં ટ્રાયલ કર્યા વગર જ તેને પ્રોડક્શન માટે લાઇસન્સ આપી દેવામાં આવે છે તો તેને જોખમકારક ગણવું જ પડશે. ડોક્યુમેન્ટ્સ પણ કહે છે કે જે પણ ટ્રાયલ થયા તે માત્ર 42 દિવસમાં પૂરા થઇ ગયા.

·         ત્રીજો દાવો: રક્ષા મંત્રાલયે ઘણીવાર સ્ટેટમેન્ટ આપ્યું કે વેક્સીન સેફ છે.

·         હકીકત: દુનિયાભરમાં વેક્સીનના જે ટ્રાયલ ચાલી રહ્યા છે, શોધકર્તાઓ તેના ડેટા અને મહત્ત્વની માહિતી શેર કરી રહ્યા છે. WHOને પણ દરેક માહિતી શેર કરવામાં આવી રહી છે. પરંતુ, રશિયન વેક્સીનના કેસમાં આવું નથી. ટ્રાયલની જાણકારી માત્ર સ્ટેટમેન્ટ થકી જ સામે આવી છે.

·         તેને સાયન્ટિફિક જર્નલ અથવા WHOને શેર કરવામાં આવી ન હતી. આ બાબતે WHOનું કહેવું છે, રશિયાએ વેક્સીન બનાવવા માટે નિર્ધારિત નિયમોનું પાલન કર્યું નથી. આવામાં આ વેક્સીનની સફળતા અને સુરક્ષા પર ભરોસો કરવો મુશ્કેલ છે. વેક્સીન પ્રોડક્શન માટે ઘણી ગાઇડલાઇન્સ બનાવવામાં આવી છે, જે ટીમ પણ આ કામ કરી રહી છે તેમને આ ગાઇડલાઇન્સ ફોલો કરવાની જ રહેશે.

WHOએ તેની વેબસાઈટ પર ક્લિનિકલ ટ્રાયલ સ્ટેજમાં રહેલ 25 વેક્સીનનું લિસ્ટ આપ્યું છે, જ્યારે 139 વેક્સીન હજુ પણ પ્રી-ક્લિનિકલ સ્ટેજમાં છે.

·         ચોથો દાવો: રશિયન સરકાર અને વેક્સીન તૈયાર કરનારા અલગ-અલગ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. સરકારે કહ્યું ટ્રાયલમાં અત્યારસુધી કોઈ સાઈડઈફેક્ટ્સ નથી દેખાઈ. વેક્સીન તૈયાર કરનાર ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટરનું કહેવું છે, તાવ આવી શકે છે. પરંતુ, તેને પેરાસિટામોલ દવા આપીને ઠીક કરી શકાય છે.

·         હકીકત: ડોક્યુમેન્ટ્સ કહે છે કે સાઈડઈફેક્ટ્સ માત્ર તાવ સુધી સીમિત નથી. રશિયન ન્યૂઝ એજન્સી ફોટાંકાનો દાવો છે કે સ્વયંસેવકના શરીરમાં જોવા મળેલ સાઈડઈફેક્ટ્સનું લિસ્ટ લાબું છે. આ બાબતે હવે ગામાલેયા રિસર્ચ સેન્ટરનું હેવુ છે કે આટલા ઓછા લોકો પર થયેલ રિચર્સના આધારે આ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે કે કઈ સાઈડઈફેક્ટ સ્પષ્ટ જોવા મળશે.

·         ડોક્યુમેન્ટ્સ મુજબ, 38 સ્વયંસેવકોમાં 144 પ્રકારના સાઇડઇફેક્ટ જોવા મળ્યા છે. ટ્રાયલના 42મા દિવસે પણ 38માંથી 31 સ્વયંસેવકો આ સાઈડઈફેક્ટ્સ સામે લડી રહ્યા હતા. તેમાં 27 પ્રકારના સાઈડઈફેક્ટ્સ એવા પણ છે જેનું કારણ વેક્સીન બનાવવાર ઇન્સ્ટિટ્યૂટને પણ સમજાતું નથી.

·         પાંચમો દાવો: પુતિને કહ્યું, વેક્સીનનો ડોઝ લીધા પછી દીકરીમાં ઘણી માત્રામાં એન્ટિબોડીઝ બન્યા.

·         હકીકત: ડોક્યુમેન્ટ્સમાં એવી જાણકારી સામે આવી છે કે ડોઝ લીધા બાદ સ્વયંસેવકોમાં એન્ટિબોડીઝ એવરેજ લેવલથી પણ ઓછા બન્યા.

WHO જ નહીં, દુનિયાભરના એક્સપર્ટ પણ સવાલ ઉઠાવી રહ્યા છે
યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર ફ્રેન્કોયજ બેલક્સનું કહેવું છે, રશિયાનું આવું કરવું શરમજનક છે. આ એકદમ વાહિયાત નિર્ણય છે. ટ્રાયલની ગાઇડલાઇન્સને નજરઅંદાજ કરીને મોટા પાયે લોકોને વેક્સીન આપવી અયોગ્ય છે. માણસના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થશે.

જર્મનીના સ્વાસ્થ્ય મંત્રી જેન્સ સ્પાનના કહેવા મુજબ, રશિયન વેક્સીનની આવશ્યક તપાસ કરવામાં આવી નથી. તેને લોકોને આપવી જોખમકારક સાબિત થશે. વેક્સીન સૌથી પહેલા બને તેના કરતાં મહત્ત્વનું છે તે સેફ હોય.

 

adv

Related News

post
post
post
post
post
post
post