• Home
  • News
  • સલમાન ખાને ભાણી-પરિવાર સાથે જન્મદિવસની કેક કાપી, લૅવિશ પાર્ટીમાં નિકટના મિત્રો જોવા મળ્યા
post

ગેલેક્સીમાં ચાહકોને ભીડ ના કરવાનું કહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-28 12:08:25

27 ડિસેમ્બરના રોજ સલમાન ખાનનો 55મો જન્મદિવસ હતો. સલમાનની ભાણી આયત શર્માનો પણ પહેલો જન્મદિવસ હતો. ગયા વર્ષે સલમાન ખાનના જન્મદિવસ પર અર્પિતા ખાન તથા આયુષ શર્મા દીકરીના પેરેન્ટ્સ બન્યાં હતાં. સલમાન ખાને પોતાનો તથા ભાણીનો જન્મદિવસ પનવેલ ફાર્મહાઉસમાં ભવ્ય રીતે સેલિબ્રેટ કર્યો હતો. ખાન પરિવારે લૅવિશ પાર્ટી યોજી હતી અને પાર્ટીમાં નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં.

ચાર ટાયર કેક કાપી
સલમાન ખાને માતા સલમા, પિતા સલીમ ખાન, આયત તથા ભાણીયા અહિલની સાથે ચાર ટાયર કેક કાપી હતી. પરિવારના અન્ય સભ્યો તથા મિત્રોએ 'હેપી બર્થડે' સોંગ ગાયું હતું. પાર્ટીમાં રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા તથા બંને બાળકો સાથે જોવા મળ્યો હતો. સલમાનની બર્થડે પાર્ટી વહેલી સવાર સુધી ચાલી હતી.

મીડિયા સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો
સલમાનના મિડનાઈટ બર્થડે સેલિબ્રેશન દરમિયાન મીડિયા પણ હાજર હતું. આ સમયે સલમાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ વર્ષે કોઈ સેલિબ્રેશન થશે નહીં. તે તથા તેના પરિવાર સિવાય કોઈ પણ હાજર નહીં હોય. સલમાને વધુમાં કહ્યું હતું, 'મને આ ભયાનક વર્ષમાં મારો જન્મદિવસ સેલિબ્રેટ કરવાની કોઈ ઈચ્છા નથી. મને આશા છે કે આવતું વર્ષ આપણા માટે પોઝિટિવિટી લઈને આવશે. તમામ સ્વસ્થ, ખુશ અને સુરક્ષિત રહેશે.' સલમાનની મિડનાઈટ પાર્ટીમાં કોમેડિયન સુનીલ ગ્રોવર, મુદસ્સર ખાન, નિકિતિન ધીર, ડિરેક્ટર મુકેશ છાબરા તથા પોલિટિશિયન બાબા સિદ્દીકી હતા.

ગેલેક્સીમાં ચાહકોને ભીડ ના કરવાનું કહ્યું હતું
સલમાને મેસેજમાં લખ્યું હતું, 'મારા જન્મદિવસ પર ફેન્સનો પ્રેમ અને સ્નેહ વર્ષોથી ખૂબ રહ્યો છે, પણ આ વર્ષે મારો વિનમ્ર આગ્રહ છે કે કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને મારા ઘરની બહાર ભીડ ના લગાવતા. માસ્ક પહેરો, સેનિટાઇઝ કરો. સોશિયલ ડિસ્ટન્સ રાખો. આ સમયે હું ગેલેક્સીમાં નથી.'

 

adv

Related News

post
post
post
post
post
post
post