• Home
  • News
  • કુલ 33 કલાક 20 મિનીટ સુધી ટ્રમ્પ ભારતમાં, અમદાવાદથી દિલ્હીના પ્રવાસનું શેડ્યૂલ
post

સવારે 11:40 વાગ્યે એરપોર્ટ પર આગમન, 3:30 વાગ્યે આગ્રા જવા રવાના થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-24 09:04:51

અમદાવાદ : સોમવારે 24 તારીખે સવારે 11.40 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચશે. અહીં વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ સવા 12 વાગ્યાની આસપાસ તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે જશે. ત્યાં પંદર મિનિટ જેટલો સમય વિતાવશે અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. બપોરે 1 વાગ્યાની આસપાસ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ પહોંચશે અને ત્યાં નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટમાં ભાગ લેશે. સમગ્ર કાર્યક્રમ પૂરો થયા બાદ 3.30 વાગતા તેઓ આગ્રા જવા રવાના થશે. ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી અને ત્યારબાદ ગાંધીઆશ્રમથી મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શોમાં સામેલ થશે.

 

તારીખ 24મી ફેબ્રુઆરીએ ટ્રમ્પની મુલાકાતનું શેડ્યૂલ
11:40 AM -
અમદાવાદ એરપોર્ટ પર આગમન઼
12:15 AM -
ગાંધી આશ્રમની મુલાકાત
1:05 PM - 
મોટેરા સ્ટેડિયમ પહોંચશે
3:30 PM -
આગ્રા જવા રવાના થશે
4:45 PM -
આગ્રા એરપોર્ટ પર આગમન
5:15 PM -
તાજમહેલની મુલાકાત
6:45 PM -
દિલ્હી જવા રવાના થશે
7:30 PM -
દિલ્હી પહોંચશે

તારીખ 25મી ફેબ્રુઆરીએ ટ્રમ્પનું શેડ્યૂલ
10:00 AM -
રાષ્ટ્રપતિ ભવનના સેરેમોનિયલ રિસેપ્શનમાં ભાગ લેશે
10:30 AM -
રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
11:00 AM -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક
12:40 PM -
અમુક મહત્વના દ્વિપક્ષીય કરાર કરશે
7:30 PM -
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે
10:00 PM -
અમેરિકા જવા રવાના થશે

આગ્રામાં ટ્રમ્પને સંગેમરમરના તાજમહેલની પ્રતિકૃતિ અને ચાંદીની ચાવી ભેટ અપાશે
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા અને પુત્રી ઇવાન્કા સાથે સીધા જ અમદાવાદ પહોંચશે. ટ્રમ્પ પરિવાર આગ્રાની પણ મુલાકાત લેશે. રાષ્ટ્રપ્રમુખ તરીકે પ્રથમવાર ભારત આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને આગ્રા ખાતે સંગેમરમરની તાજમહેલની અત્યંત ખૂબસુરત પ્રતિકૃતિ, ચાંદીની ચાવી, સંગેમરમરનો ટેબલ લેમ્પ તથા જરદોશીથી તૈયાર કરાયેલી મોરની પ્રતિકૃતિ ભેટ તરીકે અપાશે. આગ્રાના મેયર નવીન જૈને કહ્યું કે તેઓ ટ્રમ્પને ચાંદીની 600 ગ્રામની ચાવી આપશે. આ ચાવી એ વાતનો સંદેશ છે કે તેમનું આગ્રામાં હંમેશાં સ્વાગત છે અને ક્યારેય પણ તેઓ દરવાજા ખોલીને આગ્રામાં પ્રવેશ કરી શકે છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ ટ્રમ્પ અને તેમની પત્નીને શાલ ભેટ આપી શકે છે.


દિલ્હીમાં ITCના ચાણક્યમાં રોકાશે
ટ્રમ્પ નવી દિલ્હીમાં આઈટીસી મૌર્ય શેરેટોનના ચાણક્ય નામના પ્રસિડેન્સિયલ શૂટમાં રોકાશે. આ શૂટનું એક દિવસનું ભાડું 8 લાખ રૂપિયા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post