• Home
  • News
  • અનલોક-5:કોરોનાની સ્થિતિ વચ્ચે 15 ઓક્ટોબરથી શાળાઓ ફરી ખુલી જશે, વિવિધ રાજ્યોએ શાળાઓ ખોલવા શુ નિર્ણય લીધો તે જાણો
post

ગુજરાતમાં રાજ્ય સરકારે કહ્યું છે કે તે દિવાળી બાદ જ શાળાને ફરી ખોલવા અંગે વિચારણા કરી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 12:11:22

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી અનલોક-5ની ગાઈડલાઈન પ્રમાણે 15મી ઓક્ટોબરથી શાળાઓ ફરી ખુલી જશે. જોકે, દિલ્હી, કર્ણાટક અને છત્તીસગઢ સહિત અનેક રાજ્યોએ વર્તમાન સમયમાં શાળા નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય સરકારે પણ અગાઉથી સ્પષ્ટ કહી દીધુ છે કે દિવાળી બાદ જ શાળા ફરી ખોલવા માટે વિચારણા કરવામાં આવશે. બીજીબાજુ હરિયાણા અને મેઘાલય જેવા કેટલાક રાજ્યોએ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

21 સપ્ટેમ્બરથી આંશિક ધોરણે શાળાઓ ખુલશે
આ અગાઉ જારી અનલોક-4ના દિશા-સૂચનો અંતર્ગત સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ-9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આંશિક ધોરણે શાળા ખોલવા મંજૂરી આપી હતી. જોકે, હજુ પણ મોટાભાગના માતા-પિતા તેમના બાળકોને કોરોનાની સ્થિતિ વચ્ચે શાળાએ મોકલવાના પક્ષમાં નથી. અલબત 1લી ઓક્ટોબરથી લાગૂ થયેલા અનલોક-5ની ગાઈડલાઈન બાદ હવે 15મી ઓક્ટોબરથી ફરી શાળા ખોલવામાં આવી રહી છે. આ માટે અંતિમ નિર્ણય રાજ્ય સરકારો લેશે.

દિલ્હી- દિલ્હી સરકારે શાળાને 31મી ઓક્ટોબર સુધી યથાવત સ્થિતિમાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ સ્થિતિની સમિક્ષા કરી શાળા પુનઃખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ઉત્તર પ્રદેશ- રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે કન્ટેનમેન્ટ ઝોનની બહારની શાળામાં ધોરણ-9થી ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓ માટે 19 ઓક્ટોબરથી ફરી શરૂ કરી શકે છે. જોકે શાળાએ આવવા માટે માતા-પિતાની મંજૂરીની જરૂર પડશે.

ગુજરાત- રાજ્ય સરકારે કહ્યું છે કે તે દિવાળી બાદ જ શાળાને ફરી ખોલવા અંગે વિચારણા કરી શકે છે.

કર્ણાટક- શાળાને ફરી ખોલવા અંગે કર્ણાટક સરકારે કહ્યું કે તેને શાળાને ફરી ખોલવાની કોઈ ઉતાવળ નથી અને તે તમામ પાસાનો અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય લેશે.

છત્તીસગઢ- સરકારે કહ્યું કે રાજ્યની શાળા મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખી આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ મહારાષ્ટ્ર સરકારે પણ દિવાળી બાદ કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવામાં આવે ત્યાં સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

મેઘાલય- મેઘાલય સરકારે રાજ્યમાં શાળાઓ ફરી ખોલવા અંગેનો અંતિમ નિર્ણય લેતા પહેલા માતા-પિતા તથા અન્ય હિતધારકો પાસેથી તેમનો અભિપ્રાય જાણ્યો છે.

પુંડુચેરી- સરકારે જાહેરાત કરી છે કે ધોરણ-9 થી ધોરણ-12 સુધી વિદ્યાર્થીઓ માટે આઠ ઓક્ટોબરથી ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે. પુંડુચેરીના શિક્ષણ બાબતના વડા રુદ્ર ગૌડના મતે આગામી આદેશ સુધી સપ્તાહના છ દિવસ ફક્ત અડધા દિવસ માટે જ ક્લાસિસ ચાલશે.

હરિયાણા-હરિયાણામાં સરકાર છઠ્ઠાથી ધોરણ-9 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળા ફરી ખોલવા અંગે વિચારણા કરી રહી છે, જેથી તે શિક્ષકો પાસેથી માર્ગદર્શન લઈ શકે, જોકે આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આંધ્ર પ્રદેશ- રાજ્ય સરકારે બે નવેમ્બર સુધી સામાન્ય સ્થિતિમાં ક્લાસિસ ફરીથી નહીં શરૂ કરાવનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું છે કે શાળાઓ ફરીથી ખોલવા અંગે નવેમ્બર મહિનામાં નિર્ણય લેવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post