• Home
  • News
  • શોપિયાંના તુર્કવંગમ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીને ઠાર કર્યા, 16 દિવસમાં 28 આતંકી માર્યા ગયા
post

આતંકીઓ ઘૂસ્યા હોવાના એલર્ટ પછી સુરક્ષાદળોએ મે મહિનાથી ઓપરેશન ચાલું કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 10:46:32

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં શોપિયાં જિલ્લામાં તુર્કવંગમ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંક વાદીઓને ઠાર કર્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલું છું. સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં મે મહિનાથી ઓપરેશન ચાલું કર્યું છે. આ મહિનામાં 28 આતંકીઓ માર્યા ગયા છે.

16 દિવસમાં 9 એન્કાઉન્ટર
1
જૂન: નૌશેરા સેક્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા હતા, તેઓ ભારતની સરહદમાં ધૂસવાની કોશિશ કરી રહ્યા હતા.
2
જૂન: પલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકી માર્યા ગયા.
3
જૂન: પુલવામાના હી કંગન વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
5
જૂન: રાજૌરી જિલ્લામાં કાલાકોટમાં એક આતંકવાદી ઠાર કરાયો.
7
જૂન: શોપિયાંના રેબન ગામમાં 5 આતંકી માર્યા ગયા.
8
જૂન:  શોપિયાંના પિંજોરા વિસ્તારમાં 4 આતંકી ઠાર.
10
જૂન: શોપિયાંના સુગુ વિસ્તારમાં 5 આતંકી ઠાર.
13
જૂન: કુલગામના નિપોરા વિસ્તારમાં 2 આતંકી માર્યા ગયા.
16
જૂન: શોપિયાંના તુર્કવંગમ એરિયામાં 3 આતંકી ઠાર.

adv

Related News

post
post
post
post
post
post
post