• Home
  • News
  • આત્મવિવાહ:ટેલિવિઝનની આ એક્ટ્રેસે પોતાની જાત સાથે કર્યાં લગ્ન, મંગળસૂત્ર અને સિંદુરમાં શેર કરી તસવીરો
post

કનિષ્કા સોની 'દિયા ઔર બાતી હમ', 'પવિત્ર રિશ્તા' અને 'દેવી આદિ પરાશક્તિ' જેવા ઘણા હિટ ટીવી શોમાં કામ કરી ચુકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 18:51:28

હાલ યુવતીઓ કોઈ યુવક સાથે લગ્ન કરવાની બદલે પોતાની જાત સાથે લગ્ન કરી રહી છે. આજના મોડર્ન જમાનામાં ઘણી છોકરીઓ એકલી રહીને જ જીવન જીવવાનું પસંદ કરે છે. આ વચ્ચે 'દિયા અને બાતી' ની એક્ટ્રેસ કનિષ્કા સોનીએ આત્મવિવાહ કરીને લોકોને ચોંકાવી દીધા છે. કનિષ્કાએ મંગળસૂત્ર ને સિંદૂર સાથેની તસવીર શેર કરી છે. એક્ટ્રેસે કહ્યું હતું કે, તેને કોઈ પુરુષની જરૂર નથી. તે પોતાની જાતને જ સૌથી વધુ પ્રેમ કરે છે.

એક્ટ્રેસે શેર કરી તસવીરો
કનિષ્કા સોનીએ તાજેતરમાં જ તેના ખાસ ફોટા શેર કર્યા હતા, જેમાં તે સેંથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી જોવા મળી હતી. કનિષ્કા સોનીની આ તસવીરો જોઈને તેના તમામ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કનિષ્કાએ એક એવું કેપ્શન પણ લખ્યું હતું, જેને વાંચીને લોકોના હોશ ઊડી ગયા હતા. એક્ટ્રેસે જણાવ્યું કે તેણે આત્મવિવાહ કર્યાં છે.

મંગળસૂત્રમાં તેની તસવીરો શેર કરતી વખતે એક્ટ્રેસે લખ્યું હતું કે, 'મેં મારી જાત સાથે લગ્ન કર્યાં છે. મેં મારા બધાં સપનાં જાતે જ પૂરાં કર્યાં છે અને હું જેની સાથે પ્રેમ કરું છું તે એક માત્ર વ્યક્તિ છે. મારે કોઈ માણસની જરૂર નથી. હું મારા ગિટાર સાથે એકલા રહેવામાં હંમેશાં ખુશ છું. હું દેવી છું, હું બળવાન અને શક્તિશાળી છું. મારી અંદર શિવ અને શક્તિ બધું જ છે.આભાર.'

ફેન્સ અચંબામાં
સેંથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્રમાં કનિષ્કા સોનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. એક્ટ્રેસના ફોટા પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. એડવેન્ચર પસંદ કરતી એક્ટ્રેસ કનિષ્કાએ કહ્યું, ‘મને એડવેન્ચર ગમે છે. મને ગમતી વસ્તુઓ કરીને હું મારા દિવસને યાદગાર બનાવવા માગુ છું. હું પાર્ટીનો વ્યક્તિ નથી. હું મોટાભાગની પાર્ટીઓને ટાળું છું.

કનિષ્કા સોની 'દિયા ઔર બાતી હમ', 'પવિત્ર રિશ્તા' અને 'દેવી આદિ પરાશક્તિ' જેવા ઘણા હિટ ટીવી શોમાં કામ કરી ચુકી છે. 'દિયા ઔર બાતી હમ', 'પવિત્ર રિશ્તા'એ ટીવી જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ સાથે જ કનિષ્કાની વાત કરવામાં આવે તો હવે હોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. તેણે હોલીવૂડમાં ડેબ્યૂ કરવા માટે ટીવી ઈન્ડસ્ટ્રીઝને અલવિદા કહી દીધું છે. થોડા સમય પહેલાં વડોદરાની શમા બિંદુ નામની યુવતીએ પણ દેશના સૌપ્રથમ આત્મવિવાહકરીને દેશભરમાં ચર્ચા જગાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post