• Home
  • News
  • સેન્સેક્સ 1047 અંક ઘટ્યો, નિફ્ટી 9000ની નીચે; એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા
post

એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 12:00:59

મુંબઈ: ભારતીય શેરબજારોમાં આજે મંદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1047 અંક ઘટીને 30039 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 306 અંક ઘટીને 8830 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારૂતિ સુઝુકી અને બજાજ ફાઈનાન્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 9.99 ટકા ઘટીને 376.95 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિ બેન્ક 8.94 ટકા ઘટીને 353.90 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ફોસિસ, આઈટીસી અને ટીસીએસ સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 1.02 ટકા વધીને 658.95 પર કારોબાર કરી રહ્યો છે. આઈટીસ 0.61 ટકા વધી 165.60 પર કારોબાર કરી રહ્યો છે.

શુક્રવારે વધારા સાથે બંધ થયા હતા અમેરિકાના બજાર

શુક્રવારે અમેરિકાના બજારોની સાથે અન્ય દેશોના બજારોમાં પણ વધારો જોવા મળ્યો હતો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 0.25 ટકા વધારા સાથે 60.08 અંક વધીને બંધ થયું હતું. જ્યારે અમેરિકાનું બીજું બજાર નેસ્ડેક 0.79 ટકા વધારા સાથે 70.84 અંક વધી 9014.56 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 0.39 ટકા વધારા સાથે 11.20 અંક વધી 2,863.70 પર બંધ થયો હતો. ચીનનો શંઘાઈ કમ્પોસિટ 0.45 ટકા વધારા સાથે 12.79 અંક વધી 2,881.25 પર બંધ થયો હતો. આ સિવાય ફ્રાન્સ, જર્મની, કેનેડાના બજારો પણ વધીને બંધ રહ્યાં હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post