• Home
  • News
  • સેન્સેક્સ 524 અંક વધ્યો, નિફ્ટીએ 8970ની સપાટી વટાવી; ONGC, ભારતી એરટેલના શેરમાં તેજી
post

ઓએનજીસી, ભારતી એરટેલ, એચડીએફસી,પાવર ગ્રીડ કોર્પના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-19 12:24:35

મુંબઈ: ભારતીય શેરબજારોમાં સપ્તાહના બીજા દિવસે આજે વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 524 અંક વધી 30553 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 150 અંક વધી 8974 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઓએનજીસી, ભારતી એરટેલ, એચડીએફસી,પાવર ગ્રીડ કોર્પ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી 5.28 ટકા વધી 76.25 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ભારતી એરટેલ 4.52 ટકા વધી 562.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, એક્સિસ બેન્ક, એશિયન પેઈન્ટ્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.85 ટકા ઘટી 366.10 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એસબીઆઈ 1.22 ટકા ઘટી 153.50 પર કારોબાર કરી રહ્યો છે. 

adv

Related News

post
post
post
post
post
post
post