• Home
  • News
  • સેન્સેક્સ 722 અંક વધ્યો, નિફ્ટીએ 10000ની સપાટી વટાવી; ટાટા સ્ટીલ, ICICI બેન્કના શેર વધ્યા
post

ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 11:47:36

મુંબઈ: ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 722 અંક વધીને 33951 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 209 અંક વધી 10023 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 4.61 ટકા વધી 320 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 4.46 ટકા વધી 345 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ગેલ 0.80 ટકા ઘટીને 98.85 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સમાં સામેલ આ બેન્કોના શેર વધ્યા

બેન્ક

વધારો(%)

ICICI બેન્ક

5.11%

ફેડરલ બેન્ક

3.76%

RBL બેન્ક

3.60%

ઈન્ડ્સઈન્ડ બેન્ક

3.41%

HDFC બેન્ક

3.13%

કોટક બેન્ક

2.40%

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા

2.15%

સિટી યૂનિયન બેન્ક

2.08%

એક્સિસ બેન્ક

1.80%

અમેરિકાના બજારોમાં વધારો રહ્યો
શુક્રવારે અમેરિકાના બજારોમાં વધારો જોવા મળ્યો હતો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 0.62 ટકાના વધારા સાથે 157.62 અંક વધી 25763.20 પર બંધ થયું હતું. જ્યારે અમેરિકાનું બીજું નેસ્ડેક 1.43 ટકા વધારા સાથે 137.22 અંક વધી 9726.02 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 0.83 ટકા વધારા સાથે 25.28 અંક વધી 3,066.59 પર બંધ થયું હતું. ચીનનો શંઘાઈ કમ્પોસિટ 0.98 ટકા વધારા સાથે 28.18 અંક વધી 2918.21 પર બંધ થયો હતો. બીજી તરફ જર્મની અને ફ્રાન્સના બજારોમાં ઘટાડો નોંધાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post