• Home
  • News
  • શેન વોર્ન અને એન્ડ્રુ સાયમન્ડ્સે માર્ન્સ લબુશેનને ઓન-એર કોમેન્ટ્રી દરમિયાન અપશબ્દો કહ્યા, તેની બેટિંગની મજાક ઉડાવી
post

માર્નસ લબુશેને ભારત સામે સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 91 રન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 13:18:19

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ ચાલી રહી હોય ત્યારે કંઈકને કંઈક વિવાદ જરૂર થતો હોય છે. સામાન્યપણે મેદાન પર ખેલાડીઓની વચ્ચે બોલાચાલી થતી હોય છે. તેઓ એકબીજાને ઉશ્કેરવા સ્લેજિંગ કરતા હોય છે. જોકે, આ વખતે મામલો અલગ છે.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લબુશેનને ઓસ્ટ્રેલિયાના જ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ શેન વોર્ન અને એન્ડ્રુ સાયમન્ડ્સે બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ અને મેલબોર્ન રેનેગેડ્સની મેચ વખતે ઓન-એર કોમેન્ટ્રી દરમિયાન અપશબ્દો કહ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને વોર્ન-સાયમન્ડ્સની ચારેકોર ટીકા થઈ રહી છે.

વોર્ને કોમેન્ટ્રી દરમિયાન અપશબ્દો કહીને લબુશેનને વ્યવસ્થિત રીતે બેટિંગ કરવાની સલાહ આપી હતી. સાયમન્ડ્સે તો ત્યાં સુધી કહ્યું કે, લબુશેન લોકોનું ધ્યાન મળી રહે તે માટે જાણીજોઈને વિચિત્ર રીતે બેટિંગ કરે છે. ઉલ્લેખનીય છે કે, માર્નસ લબુશેન અને સ્ટીવ સ્મિથ બંને ટ્રેડિશનલ રીતે બેટિંગ કરતા નથી, જોકે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ માત્ર લબુશેનની ટીકા કરી હતી.

વોર્ન અને સાયમન્ડ્સને ખબર નહોતી કે સ્ટ્રીમિંગ ચાલુ છે
બ્રોડકાસ્ટર કાયો સ્પોર્ટ્સે ટ્વિટર પર આ ઘટના અંગે માફી માગી હતી અને કહ્યું હતું કે, અમારું સ્ટ્રીમિંગ જલ્દી ચાલુ થઇ ગયું હતું અને તેથી ઓન-એર ન જવી જોઈએ તેવી કમેન્ટ્સ ગઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post