• Home
  • News
  • શરદ પવારની કેન્દ્રની મોદી સરકારને ગર્ભીત ધમકી! જો ખેડૂતોએ શાંતિનો માર્ગ છોડ્યો તો…
post

તબક્કાવાર ટ્વીટ કરી તોમરે કહ્યું હતું કે, નવા કૃષિ કાયદા કિસાનો માટે પોતાનો પાક વેચવા માટે નવી વ્યવસ્થા આપવાનો વિકલ્પ લાવનારા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-05 12:20:26

ખેડૂત અંદોલન (Farmer Protest) પર કેન્દ્ર સરકાર દ્વારા અસંવેદનશીલ વલણ અપનાવવાનો આરોપ લગાવતા નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) કહ્યું હતું કે, જો ખેડૂતોએ પ્રદર્શનનો શાંતિપૂર્ણ માર્ગ છોડી દીધો તો દેશમાં મોટુ સંકટ ઉભુ થશે. આ માટે ભાજપ સરકાર (BJP Government) જવાબદાર છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ચીફ શરદ પવાર એ કિસાન આંદોલન (Kisan Andolan) ના બહાને કેન્દ્ર સરકારને એકવાર ફરી નિશાના પર લીધી છે. શરદ પવારે કહ્યું હતું કે, ખેડૂતો જો આંદોલનનો રસ્તો છોડીને કોઈ બીજી રીત અપનાવે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપ (કેન્દ્ર) સરકારે લેવી પડશે. તેમણે કહ્યું કે, એવા ઘણા મુદ્દા છે, જેને લઈને જેના હાથમાં સત્તા છે તે સંવેદનશીલ નથી.

પવાર આ અગાઉ પણ ખેડૂત આંદોલનને લઈને કોઈ નિવેદન આપી ચુક્યા છે. આ પહેલા પણ તેમણે કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકારને નિશાના પર લીધી હતી. શરદ પવારે થોડા દિવસ પહેલા જ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સુધાર એક સતત પ્રક્રિયા છે અને એપીએમસી કે બજાર સિસ્ટમમં સુધારા વિરુદ્ધ કોઈપણ વ્યક્તિ દલીલ નહીં આપે, પરંતુ તેના પર એક સકારાત્મક ચર્ચાનો તે મતલબ નથી કે આ સિસ્ટમને નબળી કે નષ્ટ કરવા માટે હોય.

શરદ પવારના આરોપોનો કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિસ્તારથી જવાબ આપ્યો હતો. તબક્કાવાર ટ્વીટ કરી તોમરે કહ્યું હતું કે, નવા કૃષિ કાયદા કિસાનો માટે પોતાનો પાક વેચવા માટે નવી વ્યવસ્થા આપવાનો વિકલ્પ લાવનારા છે. તે હેઠળ તે પોતાનો પાક રાજ્યની બહાર ગમે ત્યાં, કોઈને પણ સરળતાથી વેચી શકે છે. તેનાથી તેને પોતાના પાકની સારી કિંમત મળશે. તેનાથી હાલની એમએસપી વ્યવસ્થામાં કોઈ નુકસાન થશે નહીં.

તોમરે ઉમેર્યું હ્તું કે, નવી વ્યવસ્થા હેઠળ યાર્ડ પર કોઈ અસર થશે નહીં. તેનાથી વિપરીત સ્પર્ધા વધશે અને સર્વિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલામાં તેમાં બચત થશે. નવા કાયદા અંતર્ગત બન્ને વ્યવસ્થાઓ કિસાનોના હિતમાં સાથે-સાથે ચાલતી રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post