• Home
  • News
  • શરદ પવારનો PM મોદી પર કટાક્ષ, કહ્યું મહિલાઓને અનામત આપનાર મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય હતું
post

જયપુરમાં મહિલા આરક્ષણ બિલને લઈને પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-26 18:17:27

રાજસ્થાનના જયપુરમાં મહિલા આરક્ષણ બિલ (Women Reservation Bill)ને લઈને વિપક્ષ પર કટાક્ષ કરવાના પીએમ મોદીના નિવેદન પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફે શરદ પવારે પણ વળતો પ્રહાર કર્યો છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે કહ્યું હતું કે મહિલાઓ માટે નીતિઓ બનાવનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું અને વર્ષ 1993માં અમે મહિલાઓને અનામત (we had given reservation to women) આપ્યું હતું. મહિલાઓને અનામત આપનાર મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કદાચ આ વાતનો ખ્યાલ નથી.  ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગઈકાલે દાવો કર્યો હતો કે વિપક્ષી પક્ષોએ મહિલા અનામત બિલને દબાણમાં સમર્થન આપ્યું છે.

શરદ પવારે શું કહ્યું?

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે વધુમાં કહ્યું હતું કે ગઈકાલે દેશના વડાપ્રધાને કહ્યું હતું કે સંસદમાં મહિલા અનામત બિલ અંગેનો નિર્ણય સર્વસંમતિથી (decision on women's reservation bill was taken unanimously) લેવામાં આવ્યો હતો. સંસદના બે સભ્યો સિવાય કોઈપણ સાંસદોએ મહિલા અનામત બિલ (Except for two no one opposed the Women's Reservation Bill)નો વિરોધ કર્યો ન હતો. અમારું એક સૂચન અને માંગણી હતી કે બંધારણીય સુધારા દરમિયાન ઓબીસી (OBC)ને પણ તક આપવી જોઈએ. 

સેનાનો કર્યો ઉલ્લેખ

શરદ પવારે જણાવ્યું હતું કે તત્કાલીન કોંગ્રેસ સરકાર દરમિયાન 73માં બંધારણીય સુધારા ( 73rd constitutional amendment) બાદ સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે 33 ટકા કવોટા ( 33 percent quota was provided)ની જોગવાઈ કરવામાં આવી હતી. જ્યારે હું સંરક્ષણ મંત્રી હતો ત્યારે આર્મી, નેવી અને એરફોર્સમાં મહિલાઓ માટે અનામત આપવામાં (reservation was given to women) આવી હતી.



adv

Related News

post
post
post
post
post
post
post