• Home
  • News
  • શશિ થરૂરની મહુઆ મોઇત્રા સાથેની તસવીરો વાઇરલ:બંને ડિનર કરતાં જોવા મળ્યાં; કોંગ્રેસ સાંસદે કહ્યું- આ નિમ્ન કક્ષાનું રાજકારણ, તે મારી દીકરી જેવી છે
post

મહુઆ મારાથી 20 વર્ષ નાની છે. તે મારી દીકરી જેવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-23 19:32:56

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની TMC સાંસદ મહુઆ મોઇત્રા સાથેની તસવીરો વાઈરલ થઈ રહી છે. ફોટોમાં બંને ડિનર કરતાં જોવા મળે છે. આ તસવીરો માટે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

થરૂરે સોમવારે આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે આ નિમ્ન કક્ષાના રાજકારણનો ભાગ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે તસવીરોને ક્રોપ કરીને રજૂ કરવામાં આવી રહી છે. આ મહુઆના જન્મદિવસની તસવીરો છે. મારા સિવાય ત્યાં અન્ય 15 લોકો હાજર હતા, જેમને તસવીરમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું- આ તસવીરો ખાનગી મિટિંગ કહીને વાઈરલ કરવામાં આવી રહી છે. એ પાર્ટીમાં મારી બહેન પણ હાજર હતી. મહુઆ મારાથી 20 વર્ષ નાની છે. તે મારી દીકરી જેવી છે.

મહુઆએ કહ્યું- ભાજપની ટ્રોલ આર્મી તસવીરો ફેલાવી રહી છે
મહુઆએ પણ વાઈરલ થઈ રહેલી તસવીરો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર લખ્યું- બંગાળની મહિલાઓ જીવન જીવે છે. અસત્ય નથી. ભાજપની ટ્રોલ આર્મી આ તસવીરો ફેલાવી રહી છે. આ મારી અંગત તસવીરો છે. ફોટો ક્રોપ કરીને શેર કરવામાં આવ્યો છે.

મહુઆએ સિગાર પકડેલા તેના ફોટોગ્રાફ વિશે કહ્યું - ફોટોગ્રાફમાંના અન્ય લોકો, જેઓ ડિનર દરમિયાન ત્યાં હાજર હતા, તેમને કેમ હટાવી દેવામાં આવ્યા? જો બતાવવા જ હોય ​​તો તમામ લોકોના ફોટા બતાવવા જોઈએ.


adv

Related News

post
post
post
post
post
post
post