• Home
  • News
  • સિદ્ધાર્થ-કિઆરાએ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી:શિલ્પા શેટ્ટી-અજય દેવગન-કાજોલથી લઈ આકાશ અંબાણી-શ્લોકા સહિતના મહેમાનો સામેલ થયાં
post

કિઆરા-સિદ્ધાર્થે સાત ફેબ્રુઆરીએ જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 17:34:47

મુંબઈ: સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીનું વેડિંગ રિસેપ્શન 12 ફેબ્રુઆરીના રોજ મુંબઈની સેન્ટ રેજિસ હોટલમાં યોજવામાં આવ્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ફંક્શનમાં સૌ પહેલા અભિષેક બચ્ચન આવ્યો હતો. અંદાજે સાડાઆઠ વાગ્યાની આસપાસ રિસેપ્શન શરૂ થયું હતું અને સિદ્ધાર્થ-કિઆરા નવ વાગ્યે આવ્યાં હતાં.

પાર્ટીમાં કોણ કોણ આવ્યું હતું?
રિસેપ્શન પાર્ટીમાં કરીના કપૂર, અજય દેવગન-કાજોલ, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય-કપૂર, રણવીર સિંહ, અનુપમ ખેર, વરુણ ધવન-નતાશા દલાલ, શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ, આકાશ અંબાણી-શ્લોકા મહેતા, આલિયા ભટ્ટ, મીરા રાજપૂત સહિતના મહેમાનો આવ્યાં હતાં.

7 ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કર્યાં
કિઆરા-સિદ્ધાર્થે સાત ફેબ્રુઆરીએ જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેમણે 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રિસેપ્શન આપ્યું હતું. કિઆરાએ લગ્નમાં રૂપિયા 2 કરોડનું મંગળસૂત્ર પહેર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post