• Home
  • News
  • નવા કોરોના સ્ટ્રેન પર કેજરીવાલને સિંગાપોરનો જવાબ- નવો નથી, ભારતમાં મળેલો વેરિઅન્ટ જ ફેલાઈ રહ્યો છે
post

સિંગાપોર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે પ્રેસ રિલિઝ બહાર પાડીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવાનું ખંડન કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-19 11:59:00

કોરોનાની બીજી લહેરનો હાલ દેશ સામનો કરી રહ્યો છે. તેના પગલે ત્રીજી લહેરને લઈને સતર્કતા પણ વધી ગઈ છે. મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દરમિયા કોરોનાના સિંગાપોર સ્ટ્રેનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને ભારત સરકારને પગલા લેવાની અપીલ કરી હતી. પહેલા ભારત સરકારે અરવિંદ કેજરીવાલના આરોપોનો જવાબ આપ્યો અને હવે સિંગાપોર તરફથી પણ આ અંગે જવાબ આપવામાં આવ્યો છે.

સિંગાપોર એમ્બેસીએ અરવિંદ કેજરીવાલના ટ્વિટ પર જવાબ આપ્યો
ભારતમાંના સિંગાપોર એમ્બેસી તરફથી મંગળવારે અરવિંદ કેજરીવાલની ટ્વિટ પર જવાબ આપવામાં આવ્યો, તેમાં કહેવામાં આવ્યું કે સિંગાપોરમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. ટેસ્ટિંગના આધારે એ વાત જાણવા મળી છે કે સિંગાપોરમાં કોરોનાનો B.1.617.2 વેરિઅન્ટ મળ્યો છે, તેમાં બાળકો સાથે જોડાયેલા કેટલાક મામલાઓ પણ સામેલ છે. માત્ર સિંગાપોર એમ્બેસીએ જ નહિ પરંતુ સિંગાપોર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે પ્રેસ રિલિઝ બહાર પાડીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવાનું ખંડન કર્યું હતું.

શું કહ્યું હતુ અરવિંદ કેજરીવાલે?

·         ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ટ્વિટ કર્યું હતું કે સિંગાપોરમાં આવેલા કોરોનાનું નવું રૂપ બાળકો માટે ખૂબ જ ખતરનાક હોવાનું કહેવાઈ રહ્યું છે, ભારતમાં તે ત્રીજી લહેર તરીકે આવી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે સિંગાપોર સાથેની હવાઈ સેવાઓ તાત્કાલિક પ્રભાવથી રદ કરવામાં આવે, બાળકો માટેની વેક્સિનના વિકલ્પ પર પ્રાથમિકતાના આધારે કામ કરવામાં આવે.

·         દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ટ્વિટ પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પહેલા જ જવાબ આપી ચૂક્યા છે. હરદીપ પુરીએ તેમની ટ્વિટમાં કહ્યું હતું કે કેજરીવાલજી માર્ચ 2020થી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ છે. સિંગાપોરની સાથે એર બબલ પણ નથી. માત્ર કેટલીક વંદે ભારત ઉડાનોથી અમે ત્યાં ફસાયેલા ભારતીય લોકોને દેશમાં લાવી રહ્યાં છે. છતાં પણ સ્થિતિ પર અમારી નજર છે, તમામ પ્રકારની સાવધાની રખાઈ રહી છે.

ભારતમાં એક્સપર્ટ્સે જણાવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે, જેમાં બાળકો પર સૌથી વધુ ખતરાની શકયતા છે. એવામાં અત્યારથી તૈયારીઓ કરાઈ રહી છે. થોડા દિવસો પહેલા જ ભારત સરકારે બાળકો પર વેક્સિનના ટ્રાયલની મંજૂરી આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post