• Home
  • News
  • સિંગરની ગ્લોબલ ચાર્ટમાં એન્ટ્રી:ધ્વનિ ભાનુશાળીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી, સિંગરનું સુપરહિટ ગીત 'વાસ્તે' યુટ્યુબની ગ્લોબલ ટોપ 100ની યાદીમાં સામેલ
post

યુટ્યુબ પર તેના આ ગીતને એક અબજથી વધુ વ્યુઝ મળ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-25 15:19:09

નવી દિલ્લી: ધ્વનિ ભાનુશાળી ઈન્ડસ્ટ્રીથી લઈને મ્યુઝિક લવર્સની વચ્ચે જાણીતી પોપ્યુલર સ્ટાર છે. ધ્વનિ પોતાના પોપ્યુલર ગીત 'વાસ્તે' માટે સફળતાની શાનદાર ઉડાન ભરીને વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. યુટ્યુબ પર તેના આ ગીતને એક અબજથી વધુ વ્યુઝ મળ્યા છે. હવે તેનું આ ગીત ગ્લોબલ ટોપ 100 યુટ્યુબ મોસ્ટ લાઈકડ મ્યુઝિક વીડિયોની લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.

'વાસ્તે' ગીત તનિષ્ક બાગચી દ્વારા ઓરિજિનલ રીતે કમ્પોઝ કરવામાં આવ્યું છે અને તેને અરાફાત મહમૂદ દ્વારા લખવામાં આવ્યું છે, જ્યારે નિખિલ ડિસૂઝ તેમાં કો-સિંગર છે. આ ગીત 2019માં રિલીઝ થયું હતું અને તેને મ્યુઝિકની દુનિયાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને સાથે સુપરહિટ પણ થયું હતું. ગ્લોબલ ચાર્ટ્સમાં એન્ટ્રી એક ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ તરીકે ધ્વનિની પોઝિશનને વધુ મજબૂત બનાવે છે, તેવી જ રીતે તે ભારતને વિશ્વમાં ગૌરવ અપાવી રહી છે.

'વાસ્તે' ઉપરાંત ધ્વનિ ભાનુશાળીએ 22 માર્ચે પોતાનો નવો ઍલ્બમ રાધાલોન્ચ કર્યો હતો. માત્ર 6 દિવસોમાં આ ગીતને 24 મિલિયન વ્યૂઝ (2.4 કરોડ) મળ્યા હતા. આ વિશે ધ્વનિએ ભાસ્કર સાથે ઍલ્બમ વિશે અમુક રસપ્રદ વાતો શેર કરી હતી અને કહ્યું હતું કે, સ્કૂલ ટાઈમથી હું રાધા બનવા માગતી હતી, પરંતુ વધારે હાઈટ હોવાને લીધે મને કૃષ્ણનો રોલ મળતો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post