• Home
  • News
  • 'સિંઘમ'ફેમ કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુના લગ્ન થયા, પરિવાર અને ઘનિષ્ઠ મિત્રો ઉપસ્થિત રહ્યા
post

આ અગાઉ 29 ઓક્ટોબરના રોજ સવારે મહેંદી સેરેમની યોજાઈ હતી અને સાંજે હલ્દી સેરેમની યોજાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 10:24:29

'સિંઘમ' ફૅમ કાજલ અગ્રવાલે મુંબઈમાં બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. તેલુગુ, તમિળ અને હિન્દી ભાષાની ફિલ્મો માટે જાણીતી કાજલે આ મહિનાની શરૂઆતમાં તેના લગ્ન અંગે જાહેરાત કરી હતી. લગ્ન સમારંભમાં પરિવાર તથા ઘનિષ્ઠ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીને લીધે મર્યાદિત પ્રમાણમાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ અગાઉ 29 ઓક્ટોબરના રોજ સવારે મહેંદી સેરેમની યોજાઈ હતી અને સાંજે હલ્દી સેરેમની યોજાઈ હતી. કાજલ અગ્રવાલે મહેંદી તથા હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. કાજલે લગ્ન પહેલાં એક સ્પેશિયલ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરી હતી અને કેપ્શન આપ્યું હતું કે તોફાન પહેલાંની શાંતિ. લગ્નના વેન્યુ પર જતાં પહેલાં કાજલ અગ્રવાલ પોતાની માતા સાથે જોવા મળી હતી.

કાજલ મહેંદી સેરેમનીમાં ગ્રીન અને હલ્દી સેરેમનીમાં યલો આઉટફિટમાં હતી

કાજલ અગ્રવાલ હલ્દી સેરેમનીમાં યલો આઉટફિટમાં જોવા મળી હતી. તેણે ફૂલોની જ્વેલરી પહેરી હતી. કાજલ અગ્રવાલે મિત્રો તથા પરિવાર સાથે ડાન્સ પણ કર્યો હતો. જ્યારે મહેંદી સેરેમનીમાં કાજલ ગ્રીન પ્રિન્ટેડ સલવાર કમીઝમાં હતી અને બંને હાથમાં મહેંદી હતી.

સાદગીથી લગ્ન કર્યા, ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી
થોડા સમય પહેલાં કાજલે પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું, 'આ કહેવામાં મને ઘણો જ આનંદ થાય છે કે હું 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ગૌતમ સાથે લગ્ન કરવાની છું. બહુ જ નાનકડું ફંકશન કરવામાં આવશે અને માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે. આ મહામારીએ નિશ્ચિત રીતે આપણી ખુશીઓમાં થોડી ઊણપ લાવી દીધી છે, પરંતુ અમે અમારું જીવન એકબીજાની સાથે શરૂ કરવા અંગે ઘણા જ રોમાંચિત છીએ. તમને આ વાત કહેવામાં ઘણો જ આનંદ અનુભવીએ છીએ.'

'છેલ્લાં જેટલાં વર્ષોથી તમે મને જે પ્રેમ આપ્યો છે, તેના માટે હું તમારી આભારી છું. આ અવિશ્વસનીય નવી સફરમાં અમે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ. હું ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન કરવાનું કામ ચાલુ રાખીશ, પરંતુ એક નવા ઉદ્દેશ તથા અર્થની સાથે. તમારું ક્યારેય પૂરું ના થનાર સમર્થન માટે તમારો આભાર.'

રિપોર્ટ પ્રમાણે, ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઈ-કોમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'નો માલિક છે. કાજલે 'સિંઘમ', 'સ્પેશિયલ 26', 'મગધીરા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post