• Home
  • News
  • કોરોનાથી બચવા વોડકા પીવો, ટ્રેક્ટર ચલાવો એવું કહેનારા બેલારુસના રાષ્ટ્રપતિ સામે ‘ચંપલ’ ક્રાંતિ
post

એલેક્ઝાન્ડર લુકાશેન્કોના સ્થાને બ્લોગરને રાષ્ટ્રપતિ બનાવવા અભિયાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 11:54:21

મિન્સ્ક: બેલારુસમાં લોકો રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો વિરુદ્ધ માર્ગો પર ઊતરી આવ્યા છે. તે 1994થી રાષ્ટ્રપતિ છે. તે રશિયાની મદદ અને લોભામણી જાહેરાતો અને વાયદાઓના જોરે ચૂંટણી જીતતા આવ્યા હતા પણ કોરોના પર તેમનાં નિવેદનો અને બેદરકારીને લીધે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમણે કહ્યું હતું કે વોડકા પીવાથી, ટ્રેક્ટર ચલાવવાથી અને સ્ટીમ બાથ લેવાથી કોરોના થતો નથી. એટલું જ નહીં લોકોએ દાન કરીને ડૉક્ટર અને અન્ય સ્ટાફને માસ્ક, પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવી. લોકો હવે એક બ્લોગર સર્ગેઈ તીખાનોવ્સ્કીને રાષ્ટ્રપતિ બનાવવા ઈચ્છે છે.

સર્ગેઈએ લુકાશેન્કોની નીતિઓના વિરોધમાં તેમને બાળકની કવિતાના પાત્રની તર્જ પર કોકરોચકહ્યા હતા. તેના પછી કાર પર મોટી સ્લિપર એટલે કે ચંપલ લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે મેસેજ પણ આપ્યો કે કોકરોચને ચંપલથી ચપટ કરી નાખો. જોકે તેમને જેલ મોકલી દેવાયા. હવે લોકો તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા ઈચ્છે છે. તે કહે છે કે જ્યારે પાડોશી દેશ યુક્રેનમાં કોમેડિયન રાષ્ટ્રપતિ બની શકે છે તો આપણે ત્યાં બ્લોગર કેમ નહીં?

લુકાશેન્કોએ ઓપિનિયન પોલ, મીડિયા પર રોક લગાવી રાખી છે 
લુકાશેન્કો લોભામણી જાહેરાતો અને વિરોધીઓનું દમન કરવામાં માહેર છે. ચૂંટણીમાં જેમની સામે હારી જવાનો ડર લાગે તેમને અયોગ્ય જાહેર કરાવી દે છે. ઓપિનિયન પોલ અને મીડિયા પર પ્રતિબંધ છે. પણ હવે લોકો તેમની વિરુદ્ધ માર્ગો પર છે અને સ્લીપર ક્રાંતિવાળા બ્લોગરમાં કોકરોચપ્રેસિડેન્ટનો વિકલ્પ શોધી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post