• Home
  • News
  • ઠંડીમાં હજી થશે વધારો:માઉન્ટ આબુમાં સતત 10મા દિવસે પણ જામ્યો બરફ; પંજાબ-હરિયાણા, છત્તીસગઢ અને બિહારમાં કોલ્ડ વેવનું અલર્ટ
post

શ્રીનગરમાં ડાલ તળાવ ધુમ્મસથી છવાયેલું છે. હાલમાં જ આ તળાવ ભારે ઠંડીને કારણે જામી ગયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 12:19:00

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીમાં મળેલી થોડી રાહત બાદ પારો ફરી ગગડી શકે છે. હવામાનશાસ્ત્રીએ પંજાબ-હરિયાણા, છત્તીસગઢ અને બિહાર જેવાં મેદાનીય રાજ્યોમાં કોલ્ડ વેવની શક્યતાઓ છે. પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને ઉત્તર-પૂર્વથી આવતા ઠંડા પવનોને કારણે આજથી ફરી ઠંડીમાં વધારો થઈ શકે છે.

બીજી તરફ, માઉન્ટ આબુમાં છેલ્લા 10 દિવસથી સવારના સમયે ઠેર-ઠેર ઝાકળનાં ટીંપાં બરફ થઈ રહ્યાં છે.

ઠંડી બાબતે આઠ રાજ્યનો હવામાન રિપોર્ટ ...

છત્તીસગઢમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનોથી વધશે ઠંડી
પવનની દિશા બદલાતી રહેતી હોવાને કારણે છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે. બુધવારે રાજ્યમાં ક્યાંય પણ શીત લહેર જેવી સ્થિતિ ન હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારથી રાજ્યમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફરીથી ઠંડીમાં વધારો કરશે. સરગુજા અને બિલાસપુરમાં રાતથી જ કોલ્ડ વેવ જોવા મળી શકે છે. મેદાનીય વિસ્તારો અને બસ્તરમાં એકાદ-બે દિવસ પછી ઠંડી વધે એવી સંભાવના છે.

રાજસ્થાનમાં કડકડતી ઠંડી
દેશના ઉત્તરીય ભાગમાં બરફવર્ષાને કારણે રાજસ્થાન સહિત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. સતત છ દિવસ તાપમાન માઈનસમાં નોંધાયા બાદ બુધવારે અહીં પારો પ્લસમાં આવ્યો છે. છેલ્લા 10 દિવસથી, માઉન્ટ આબુ પર સવારે ઝાકળનાં ટીપાં બરફમાં ફેરવાઈ રહ્યાં છે. બુધવારે અહીં લઘુતમ તાપમાન 0.4 ડીગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડીગ્રી નોંધાયું હતું.

દિલ્હીમાં પારો 3.5 ડીગ્રીએ પહોંચ્યો
દિલ્હીના લોધી રોડ પર લઘુતમ તાપમાન 3.5 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અહીં આવનારા 4-5 દિવસ માટે તાપમાનનો પારો 3થી 4 ડીગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પશ્ચિમી પવનોને કારણે દિલ્હીમાં ઠંડી ચાલુ રહેવાની સંભાવના છે.

મધ્યપ્રદેશમાં રાત્રે ઠંડી, દિવસનો પારો વધ્યો
ભોપાલમાં રાત્રે ઠંડી રહે છે. અહીં દિવસમાં દક્ષિણ-પૂર્વથી પવન ફૂંકાય છે, જ્યારે સાંજ થતાં જ એ બદલાઈને ઉત્તરપૂર્વનો થઈ જાય છે. ભોપાલમાં બુધવારે રાતનું તાપમાન 9.6 ડીગ્રી નોંધાયું હતું.

હરિયાણા: હિસારનું તાપમાન 2.7 ડીગ્રી
તત બીજા દિવસે હરિયાણાના હિસારમાં તાપમાન 2.7 ડીગ્રી નોંધાયું હતું. કેટલાક વિસ્તારોમાં સવારે ઝાકળ પણ જામ્યું હતું. ધુમ્મસને કારણે કરનાલમાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર હતી. રોહતકમાં દિવસનો પારો 17.8 ડીગ્રી પર રહ્યો, જે સામાન્ય કરતાં 4 ડીગ્રી નીચે છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે હાડ થીજવતી ઠંડી 25 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કોલ્ડ વેવની પણ શકયતા છે.

પંજાબમાં 25મી સુધી કોલ્ડ વેવ, 27 તારીખે વરસાદની સંભાવના
હવામાનશાસ્ત્રીઓએ આગામી બે દિવસ પંજાબના તમામ જિલ્લાઓમાં કોલ્ડ વેવની ચેતવણી આપી છે, જેને કારણે રાત્રે ભારે ઠંડી પડશે. રાજ્યનું સરેરાશ તાપમાન રાતના સમયે 3થી 5 ડીગ્રી અને દિવસના સમયે 20 ડીગ્રી આસપાસ નોંધાયું છે. પંજાબના વિવિધ જિલ્લાઓમાં 27 ડિસેમ્બરે વરસાદ પાડવાની સંભાવના છે. આમાં દોઆબા અને અમૃતસર ક્ષેત્રનો સમાવેશ થાય છે. પંજાબના લુધિયાણા 2.8 ડીગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું રહ્યું હતું.

બિહારમાં હવામાન ઠંડું રહેશે
પટના સહિત બિહારના ઘણા વિસ્તારોમાં હવામાનશાસ્ત્રીઓએ ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. આ સમય દરમિયાન 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ઠંડા પવન ફૂંકાશે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનને કારણે પટના સહિત બિહારના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસ ફેલાયું છે. બુધવારે છપરા, દરભંગા અને મુઝફ્ફરપુરમાં કોલ્ડ ડે રહ્યું. ગયામાં રાત સૌથી ઠંડીની રહી હતી અને ફારબીસગંજમાં દિવસ સૌથી ગરમ રહ્યો હતો. ઝારખંડમાં 29 ડિસેમ્બર સુધી રાહત
ઝારખંડમાં હાલમાં 29 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. તાપમાનના પારામાં 2 ડીગ્રીનો વધારો થયો છે. બે દિવસ બાદ 26 ડિસેમ્બરે મહત્તમ તાપમાનમાં હજી વધારો થશે. કેટલાંક સ્થળોએ હળવો વરસાદ પણ પડી શકે છે. બુધવારે રાંચીમાં મહત્તમ તાપમાન 25 ડીગ્રી નોંધાયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post