• Home
  • News
  • અત્યાર સુધીમાં 1 લાખ 65 હજારથી વધુના મોત: અમેરિકામાં 24 કલાકમાં જ 1997 લોકોના મોત; ટ્રમ્પે કહ્યું- અમે 41 લાખ લોકોનો ટેસ્ટ કર્યો
post

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ, વિશ્વમાં 24 કલાકમાં 81 હજાર 153 નવા કેસ પ્રકાશમાં આવ્યા, સંક્રમિતોની સંખ્યા 24 લાખ થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 11:40:50

વોશિંગ્ટન: વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 24 લાખ 6 હજાર 868 લોકો સંક્રમિત છે. એક લાખ 65 હજાર 56 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે છ લાખ 17 હજાર ચાર લોકો સાજા થયા છે. અમેરિકામાં 24 કલાકમાં જ 1997 લોકોના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 41 હજારને વટાવી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 41.8 લાખ નાગરિકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ આંકડો અન્ય કોઈ પણ દેશ કરતા વધુ છે.

રવિવારે 6,463 લોકોના મોત: WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ(WHO)ને રવિવારે જાહેરાત કરી કે વિશ્વમાં 24 કલાકમાં જ 81 હજાર 153 કેસની પુષ્ટિ થઈ છે. જ્યારે 6,463 લોકોના મોત થયા છે. શનિવારની સરખામણીએ રવિવારે ઓછા કેસ મળ્યા હતા. થોડા દિવસ અગાઉની સરખામણીમાં ચાર હજાર ઓછા કેસ અને 247 ઓછા મોત નોંધાયા છે. WHOના જણાવ્યા મુજબ, યુરોપમાં 11 લાખથી વધુ લોકો સંક્રમિત છે. જ્યારે અહીં મોતનો આંકડો પણ એક લાખથી વધુ થઈ ગયો છે. એક દિવસ પહેલા WHOના પ્રમુખ ટેડ્રોસ એડહોનમ ગેબ્રેયેસિયસે જી20ના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોનફોરન્સિંગથી વાત કરી હતી.

ભારતે પાકિસ્તાનના આરોપને ફગાવ્યા 

ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા મોદી સરકાર પર કોરોના સામેના જંગના નામે ભારતીય માઈનોરિટી પર અત્યાચારના આરોપોને પાયાવિહોણા  ગણાવીને ફગાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે પત્રકારો સાથેના સવાલ જવાબમાં કહ્યું કે પાકિસ્તાની નેતૃત્વએ તેની આંતરિક સ્થિતિ પરથી ધ્યાન હટાવવાના પ્રયત્ન અંતર્ગત આ આરોપ લગાવ્યો છે.

અમેરિકાઃ ન્યુયોર્કમાં 24 કલાકમાં 507 મોત

અમેરિકામાં અત્યાર સુધીમાં સંક્રમણથી સાત લાખ 63 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. બીજી તરફ ન્યુયોર્કના ગવર્નર એન્ડ્રયૂ ક્યૂમોએ કહ્યું કે 24 કલાકમાં 507 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા અહીં 778 લોકોએ જીવ ગુમાવ્યો હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 18 હજાર 298 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. જો ડેટા આ પ્રમાણે જ રહ્યો અને સંક્રમણના મામલામાં ઘટાડો આવતો રહ્યો તો કહી શકાય કે સ્થિતિ પહેલા કરતા સુધરી રહી છે.

·         સોમવારે ટેક્સાસ અને વર્મોન્ટ જેવા રાજ્યોમાં કેટલાક બિઝનેસ ખુલે તેવી શકયતા છે. જોકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું રહેશે.  

·         ક્યુમોએ કહ્યું કે અમેરિકામાં ન્યુયોર્કમાં સૌથી વધુ પ્રભાવિત છે. મહામારીનો પ્રકોપ અહીં ઘટ્યો છે, જોકે હજી પણ સાવધાની રાખવી પડશે. જોકે હજી માત્ર અડધો રસ્તો જ નક્કી થયો છે. સંક્રમણમાં ઘટાડો કે વધારો થઈ રહ્યો નથી.

·         ન્યોયોર્ક બાદ સૌથી વધુ પ્રભાવિત ન્યુજર્સીમાં 4202, મિશિગનમાં 2391 અને મૈસાચુસેટ્સમાં 1706 લોકોના મોત થઈ ચુક્યા છે. માત્ર ન્યુયોર્કમાં બે લાખ 47 હજાર 215 લોકો સંક્રમિત છે.

ચીનઃ 12 નવા મામલાઓની પુષ્ટિ

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે દેશમાં 12 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. નેશનલ હેલ્થ કમીશને જણાવ્યું કે ચાર મામલા ઘરેલુ રૂપથી સંપર્કમાં આવવાને કારણે થયો છે. તેમાંથી ત્રણ હેલુંગજાંગ પ્રાંત અને એક મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રમાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં આઠ અન્ય મામલાઓ પણ બહારથી આવ્યા છે. રવિવારે ચીનમાં કોઈ મોત થયું નથી.

દ.કોરિયાઃ 24 કલાકમાં 13 કેસ

દક્ષિણ કોરિયામાં 24 કલાકમાં 13 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણના 10 હજાર 674 કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 236 લોકોના મોત થયા છે. સતત ત્રીજા દિવસે નવા મામલા 20થી નીચે રહ્યાં છે. રવિવારે માત્ર 8 કેસ જ મળ્યા હતા. એક મહિનામાં પ્રથમ વખત આ આંકડો એક અંકમાં જ રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post